નવસારીનાં એબી સ્કૂલમાં વિદ્યાર્થીનીને હાર્ડ અટેકનાં હુમલોથી મોંત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ..

<વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિધાર્થિની તનીષા ગાંધી ઉ.વ.૧૭ ને હાર્ટ-એટેક આવતા મોત નીપજયું હતું આકસ્મિક મોંત થતાં શાળા તેમજ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
નવસારી શહેરના પ્રતાપપોર ગામ ખાતે એબી સ્કૂલમાં અભ્યાસ કરતી તનીષા ગાંધી આજે સવારે રાબેતા મુજબ શાળામાં ગઈ હતી તનીષા ગાંધી સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સવારે શાળામાં 10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા ચોથા માળે જવા દાદર ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી અને દાદર ચડતાં ઢળી પડી હતી. તનિષાની તબિયત બગડી હોવાની જાણ થતાં જ શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાજર તબીબો તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી પ્રાથમિક નજરે તો વિધાર્થીની ખેંચ આવવાના કારણે મોંત થયો હોવાનું ચર્ચાઓ ચાલી રહી હતી પણ તબીબોએ પી.એમ. કરતા પીએમ રિપોર્ટમાં હાર્ડ અટેક આવવાનાં કારણે મોંત થયો હોવાનું સામે આવતાં શાળા પરિવાર સહિત વિધાર્થિનીનાં પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.






