
મોરબી ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ “IDY-2023 કાઉન્ટ ડાઉન ક્લોક” શરૂ કરાયું

આગામી આંતરાષ્ટ્રીય યોગ દિવસ 21જૂન ની ઉજવણી માટે બાકી રહેલ દિવસો, કલાકોની યાદ, મોરબી જિલ્લા ની જનતા ને સતત અપાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ મોરબી રવાપર ચોકડી ખાતે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગ IDY 2023 કાઉન્ટ ડાઉન ક્લોકનું ઉદ્ઘાટન શ્રી દુર્લભજીભાઈ દેથરિયા (ધારાસભ્યશ્રી ટંકારા-પડધરી) ના હસ્તે, મોરબી જિલ્લા ના યોગ ટ્રેનર્સ, યોગ કોચ, યોગ સાધકો અને ટીમ યોગમય મોરબી અને પરિવારના સભ્યોની હાજરી માં કરવામાં આવ્યું.

આ તકે શ્રી વાલજીભાઈ પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોઓર્ડીનેટર દ્વારા હાજર રહેલ મહેમાનો અને ટીમ યોગમય મોરબીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
હાલ માં મોરબી જિલ્લા માં ચાલી રહેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની પ્રવૃતિ અને આગામી કાર્યક્રમ માટે વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9586282527 પર સંપર્ક કરવા યાદી માં જણાવેલ છે.









