MEHSANAVIJAPUR

વિજાપુર ચક્કર ખાત્રીકુવા વિસ્તારોમાં વારંવાર ટ્રાફિક સમસ્યા ટ્રાફિક પોઈન્ટ મૂકવા માંગ

વિજાપુર ચક્કર ખાત્રીકુવા વિસ્તારોમાં વારંવાર ટ્રાફિક સમસ્યા ટ્રાફિક પોઈન્ટ મૂકવા માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ચક્કર સર્કલ તેમજ ખાત્રીકુવા બ્રહ્માણી માતાના આસપાસ ના વિસ્તારોમાં આડેધડ વાહન પાર્કિંગ ના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેથી એસટી વિભાગ તરફથી દોડતી વિસનગર અમદાવાદ ગાંધીનગર હિંમતનગર જતી બસો ને અડચણ રૂપ થયેલ વાહનો ના પાર્કિંગ ના કારણે પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે તેને લઈને એસટી વિભાગ દ્વારા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે ચક્કર સર્કલ ઉપર સર્કલ ને વચ્ચે લાવવામાં આવતા રીક્ષા ચાલકો નું સ્ટેન્ડ ઘણું પાછળ હોવા છતાં કેટલાક બેદરકાર રીક્ષા ડ્રાયવરો રીક્ષા ઓ આગળ મુકેછે તો જેમાં જૂના જકાત નાકા પાસે તો બહાર ની રિક્ષા ઓ વાળા રિક્ષા વચ્ચે મૂકીને ટ્રાફિક જામ કરી દેતા હોય છે જેના કારણે ઘણી વખત લોકો વચ્ચે માથાકૂટ ઉભી થાય છે ખત્રીકુવા તરફના માર્ગમાં દબાણો હટાવાયા બાદ લોકોએ વધુ દબાણો કરી રોડ નજીક માલ સામનો મૂકીને દબાણો કરી રહ્યા છે જોકે પાલિકા દ્વારા દબાણો હટાવાયા બાદ અહીં જોવાની પણ કોઈ દરકાર લીધી નથી જેથી લોકો મનફાવે તેમ રોડ વચ્ચે ઉભા થઇ વેપાર કરી રહ્યા છે પાલિક અને ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય રહેવા ને બદલે ટ્રાફિક હળવો થાય તે માટે કોઈ સમય ફાળવી ને કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે આ વિસ્તારમાં રોડ ક્રોસ કરવા જતાં એક ઇસમનું અકસ્માત દરમ્યાન મોત પણ નીપજ્યું છે તેમ છતાં નિષ્ક્રિયતા છૂપાવી રહેલી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિવારણ કરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે

[wptube id="1252022"]
Back to top button