
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરમાં તા.૧૮ મે ૨૦૨૩ થી ૨૦ મે ૨૦૨૩ દરમ્યાન હેપ્પીનેશ પ્રોગ્રામ અને સમર કેમ્પનું આયોજન શાળાના દીર્ઘદ્રષ્ટા આચાર્યશ્રી હર્ષદસિંહ પરમારના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન, આસનો તેમજ જીવનને લગતી પ્રાયોગિક જ્ઞાન ચર્ચાઓ, સ્વજાગૃતિ પ્રક્રિયા, તણાવરહિત પ્રફુલ્લિત મન, માનસિક-શારીરિક શકિતમાં વધારો તેમજ મનોરંજનાત્મક રમોતો દ્વારા બાળકોની સુષુપ્ત અવસ્થાને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ હેપ્પીનેશ પ્રોગ્રામમાં આમત્રિત તજજ્ઞો તરીકે આર્ટ ઓફ લિવિંગના ટીચર શ્રી હરિસિંહ પરમાર તથા પંકજબેન પાંચાલ, તણાવરહિત પ્રફુલ્લિત મન માટે શ્રી જયંત મસરાણી (કોમેડીયન), શ્રી સંપતભાઈ પટેલ તથા રમત-ગમત અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે શાળાના વ્યાયામ શિક્ષકો શ્રી રાજેશકુમાર આહિર અને શ્રી પ્રકાશભાઈ પટેલે સંચાલન કર્યું હતું. શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ પરમારએ વેકેશનના સમયનો સદુપયોગ કરી વધુ માં વધુ પ્રવૃતિમાં જોડાઈ સ્વવિકાસ કરવા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર પ્રોગ્રામ માટે મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય એમ. દેસાઈએ શાળાના આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.



