NAVSARI

નવસારી:બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓ લાભ માટે તા.૩૧ મી એપ્રિલ સુધી અરજી કરી શકશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓને વૃતિકા યોજના હેઠળ રાજયના મહિલા તાલીમાર્થીઓ આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે પોર્ટલ આગામી  તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લી મૂકવામાં આવી છે.જે મહિલાઓ બાગાયત ખાતાની મહિલા તાલીમાર્થીઓને વૃતિકામાં લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગતની નકલ સાથે લઇ જઇને સદર ઘટકમા સમયસર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની કોપી અને જરૂરી સાધનિક કાગળો દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાણીની ટાંકી પાસે, પોલીસ ગેટ, મોટા બજાર, નવસારી (ફોન નં:-૦૨૬૩૭-૨૮૧૮૫૮), નવસારીના સરનામે વહેલા તે પહેલાના ધોરણે રજુ કરવાના રહેશે.
<span;> આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે અથાણા,ચટણી, કેન્ડી, જામ, જેલી, કેચપ, માર્માલેડ, નેક્ટર, મુરબ્બા, ગુલકંદ વગેરે જેવી વાનગીઓની થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો સમયગાળો ૨ દિવસ (૧૪ કલાક) અને ૫ દિવસ (૩૫ કલાક)નો રહેશે. તેમજ જે-તે તૈયાર થયેલ મહિલાઓના વિસ્તારમાં નક્કી થયેલ જગ્યાઓએ કરાવવામાં આવશે. ઉક્ત પોર્ટલમાં અરજી કરી તાલીમ લેનાર તાલિમાર્થીઓને પ્રતિ દિન રૂ.૨૫૦/- લેખે વૃતિકા આપવાની સરકારશ્રીએ જોગવાઇ કરવામાં આવી છે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button