
સંતરામપુર અમિન કોઠારી
સંતરામપુર શહેરમાં આવેલ ઝાલોદ બાયપાસ રોડપર થી પાણી નું ટેન્કર ચોરાતા નગરજનો માં ફફડાટ
મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલ ઝાલોદ બાયપાસ રોડ પર થી અરધી રાત્રીના સમયે પાણી નું ટેન્કર આખું ચોરો ચોરી કરી ઉઠાવી લઈ જતા નગરજનોમાં ફફડાટ જોવાં મળે છે.

સંતરામપુર શહેરમાં રહેતા એક ભાઈ પાણી નો સપ્લાય કરતા હોય જેથી સંતરામપુર માં રહેતાં જ એક વ્યક્તિ જેઓ વાડી વિસ્તારમાં રહે છે . અને તેઓએ નવીન પ્લોટ સંતરામપુરમાં આવેલ ઝાલોદ બાયપાસ રોડ ખાતે લીધેલ હોઈ અને ત્યાં તેઓ નું ઘર નું બાંધકામ કામ ચાલી રહેલ હતું. અને ત્યાં પાણી ની જરૂરિયાત હોય જેથી તેઓએ સંતરામપુર માં રહેતાં એક ભાઇ જે ભુરા ટીંમ્બર માર્ટ નો સંપર્ક કરી તેવો ની પાસેથી ભુરા ટીમબર માર્ટ નામનો પાણી નું ટેન્કર મંગાવી વાડી વિસ્તારમાં રહેતાં ભાઈએ બાયપાસ ખાતે નવીન પ્લોટ પર મુકેલ હતું. પરંતું તે પાણી નું ટેન્કર આખે આખું અરધી રાત્રીના સમયે ચોરોએ ટાર્ગેટ કરી અંજામ આપી ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા . અને આ બનાવની જાણ બીજા દિવસે સવારે આજુ બાજુના રહીશો માં તેમજ નગરજનો માં થતા નગરજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સાથે આ બનાવ બાબતે નગરજનોમાં લોક પંથકમાં ચર્ચા નો વિષય બનવા પામેલ છે.








