NAVSARI

નવસારી ખાતે પ્રથમ સૂર્યોદયની શરૂઆત સાથે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રતિદિન સૂર્ય નમસ્કારને સ્વાસ્થ્ય જીવનશૈલી બનાવવા નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ પટેલ નો અનુરોધ

ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા સૂર્યનમસ્કાર થકી લોકોના સ્વાસ્થ્ય જીવનમાં સ્વીકૃતિ મળે ઉપરાંત નાગરિકો તેને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે એ હેતુસર સર સી.જે.એન. મદ્રેસા સ્કુલ, નવસારી ખાતે જિલ્લા ક્ક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણી નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈની  પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં નવસારીના વિવિધ વિસ્તારોમાંથી બાળકોથી લઈને નગરજનો ઉત્સાહભેર પહોંચ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં ભારતીય સંસ્કૃતિની અમુલ્ય ભેટમાંથી એક સૂર્યનમસ્કાર છે જેનું મહત્વ અને જ્ઞાન આજે આપણા તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ઘણું ઉપયોગી છે. સૂર્યનમસ્કાર એ નિશુલ્ક સ્વંયમ જાતે શીખીને તથા યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા તાલીમ લઇને શીખી શકાય છે અને બીજાને શીખવી શકાય છે. તેનાથી મન પ્રફુલ્લિત અને શાંતિનો અનુભવ કરે છે. સૂર્યનમસ્કાર દ્વારા આપને સૌ સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહી શકીએ છે. અંતે ધારાસભ્યશ્રીએ સૂર્યનમસ્કાર માત્ર આજના દિવસ પૂરતો સીમિત ન રાખી પ્રતિદિન સ્વાસ્થ્ય જીવનશૈલી બનાવીએ એવી જાહેર અપીલ પણ કરી હતી.

આ અવસરે મદ્રેસા સ્કુલના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શરીર શૌષ્ઠવપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા. નગરજનો યોગમય બન્યા હતા અને એલ.ઇ.ડી સ્ક્રીન પર અને યોગ બોર્ડ દ્વારા નિદર્શન યોગ જોઈને યોગ કર્યા હતા અને સુંદર વાતાવરણ નિર્માણ કર્યું હતું. અને નિરવ શાંતિ અને યોગનો સ્વંયમ અનુભવ કર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મોઢેરા ખાતેથી રોગમુક્ત માટે સૂર્યનમસ્કારનો પ્રેરક સંદેશો નજરે નિહાળી ઝીલ્યો હતો. અને સૂર્યનમસ્કાર કરવા સંકલ્પ બધ્ધ બન્યા હતા. આરોગ્ય પ્રત્યે જાગૃતતા સંદેશ પ્રસરાવ્યો હતો.

આજના આ કાર્યક્રમમાં  જિલ્લાના વિવિધ વિભાગના કાર્યરત અધિકારીઓ-કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અંતે અહીં ઉપસ્થિત સૌ કોઈ સૂર્યનમસ્કારથી સ્વસ્થ રહેવા અને બીજાને પ્રેરણા આપી માનવતાની માવજત કરવા સંકલ્પબદ્ધ થયા.

[wptube id="1252022"]
Back to top button