
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ -વાંસદા
ભારતીય જનતા પાર્ટી વાંસદા શાખામા ભાજપના સ્થાપના દિવસ નું ધ્વજ
વંદન માન. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તથા માજી ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા હ સ્તે કરવામાં આવેલ
ભાજપના રાષ્ટ્રીય સ્થાપના દિવસ તારીખ ના રોજ સવારે પાટા ફળિયામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા હસ્તે પાર્ટીનું ધ્વજ ફરકાવવામાં આવેલ સ્થાપના દિવસના રોજ ગુજરાત મહિલા આયોગના માજી ચેરમેન શ્રીમતી લીલા બેન આકોલીયા આ પ્રસંગે ખાસ પધારેલ હતાં આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ તથા તાલુકા મહામંત્રીઓ રાકેશભાઈ શર્મા સંજય બિરા રી. વાંસદા તાલુકા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ પદુમનસિંહ સોલંકી ભુપેન્દ્ર પટેલ જિલ્લા બીજેપી ઉપપ્રમુખ વિ રલભાઈ વ્યાસ. જિલ્લા બીજેપી મહામંત્રી ગણપતભાઈ માહ લા વાંસદા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક. જિલ્લાના ભાજપના અને એક્ટિવ અગ્રણી અને ડોક્ટરસેલના યુવા dr. લોચન શાસ્ત્રી. તાલુકા પંચાયતવાંસદા ના પ્રમુખશાંતુભાઇ ગાવિત .ચંદ્રકાંત પટેલ. વાંસદા શહેરનાયુવા સંજય પટેલઅને અંકિત પટેલ. રાજુ મોહિતે. લીરીલ પટેલ. ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ કમલેશ માહ લા ધર્મેન્દ્રસિંહ સોલંકી. એપીએમસી વાંસદા ના ચેરમેન ગણપતસિંહ ચૌહાણ તથા ડિરેક્ટર મણીલાલ ખાટા આંબા વાસદા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગુલાબભાઈ પટેલ. તાલુકા પંચાયત વાસદા ના ઉપપ્રમુખ દશરથભાઈ ભોયે. મહેશભાઈ કુરમી. સુરેશભાઈ પટેલ. ખાટા આંબાના ભાજપ અગ્રણી પરસોતભાઈ. સંજય ગાવીત. વેલ્ડીંગ વાલા. રાણી ફળિયા સરપંચ બાબુભાઈ પટેલ. દિપકભાઈ શર્મા. સુનિલ પટેલ તથા તાલુકા અને નગરના અગ્રણી પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં સ્થાપના દિવસે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના 6 4 1980 ના રોજ કરવામાં આવેલ હતી જે ભાજપના 43 વર્ષ પૂર્ણ કરી 44 વર્ષમાં પ્રવેશ કરતા
સ્થાપના દિવસ ના દીને વાંસદા તાલુકાના ભાજપના સનિષ્ઠ કાર્યકરો સિનિયર સિટીઝનો નટવરલાલ પંચાલ. આરજી ટેલર. એબી ટેલર. ભગવાનસિંહ ચાવડા. મગનભાઈ દલાભાઈ આરસી પટેલ વગેરે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા ના હસ્તે સાલ ઓઢાડી પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું
ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા એ પોતાના પ્રવચનમાં જણાવેલ કે સ્થાપના કાળ થીજનસંઘઅને હાલ ના બીજેપી ના સમય દરમિયાન જે સંઘર્ષ કર્યો છે તે વા વરિષ્ઠ નેતાઓ ના સંસ્મરણો આવેલ કાર્યકરો અને પદાધિકારીઓને જણાવેલા હતા તેઓએ બલિદાન આપ્યું છે જે આજે આજની નવી પેઢી સફળતાની સીડી ચડી છે જે વિશ્વમાં ભાજપ ડંકો વાગ્યો છે જેના કારણે વિશ્વના વિકસિત દેશોના g-20 ના પ્રમુખ સ્થાન ભારતના વડાપ્રધાન અને ભાજપના અગ્રણી એવા શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ એ લીધું છે અને એક નવાઈની વાત એવી છે કે g-20 ના દેશોના વડાઓ જે ભારત આવશેઅને આવવાના શરૂ થઈ ગયા છે તેઓને દરેક રાજ્યના ભૌગોલિક પરિસ્થિતિ સાથે નિમંત્રણ પાઠવેલ છે પહેલા ફક્ત દિલ્હીમાં જ આવા કાર્યક્રમો થતા હતા. એક જીવતો જાગતો દાખલો આજની પેઢી એ લેવા જેવો છે એક જમાનામાં નરેન્દ્ર ભાઈ મોદી અદના કાર્યકર તરીકે પક્ષને સેવા આપતા હતા જે સેવા ની કદરરૂપે ભારતની જનતાએઅને ભાજપ એ નરેન્દ્ર ભાઈ મોદીને ભારતના વડાપ્રધાન તો બનાવ્યા પણ સાથે વિશ્વના ટોચનાશક્તિ શાળી નેતાઓમાં નરેન્દ્રભાઈ મોદીનું નામ પ્રથમ આવે છે જે ભૂતકાળમાં ભારતના વડાપ્રધાનનો ઉલ્લેખ વિશ્વાસના દેશોમાં થતો ન હતો. આના પરથી આપણને ખ્યાલ આવશે ભારત ની સિકક લ બદલાવા લાગી છે અને વિશ્વના દેશો નરેન્દ્રભાઈ મોદીના ચાહક બન્યા છે
ભાજપના નેતાઓ અને નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની છે વડા માનવી ને કેવી રીતે વિકાસ થાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આજે દુનિયામાં શક્તિશાળી દેશોમાં ભારતનું નામ રોશન થયું છે અને વિકાસ નો રથ આગળ વધતો રહે એવી દીર્ઘદ્રષ્ટિ રાખી આવનારા વર્ષોમાં ભારતની પ્રજા ભાજપ અને નરેન્દ્રભાઈ મોદીને સદાય યાદ કરશે
ઉપરોક્ત કાર્યક્રમ બાદ દિલ્હી ખાતેના ભાજપની વડી કચેરી માં સ્થાપના દિન નિમિત્તે નરેન્દ્રભાઈ મોદીએ પ્રજા જો ગ ટીવી ઉપર પ્રવચન આપ્યું હતું તે તે આવેલ મહેમાનો એ કાર્યકરો સાથે નિહાળ્યું હતું. અને ભાજપના કાર્યકરોએ જમીન લેવલે ભારત સરકારે અને ગુજરાત સરકારે કરેલ વિકાસના કામો છેવાડાના માનવીઓને સમજણ આપવી અને પ્રજાને મદદ રૂપ બનવા અનુરોધ કર્યો હતો
મીટીંગ પૂર્ણ થયા બાદ આવેલ કાર્યકરોએ ભાજપનો ભગવો રંગ ના ઝંડાઓ ઘરે ઘરે લગાવ્યા હતા
અંતમાં ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ અને માજી ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ આવેલ કાર્યકરોને હનુમાન જયંતી નિમિત્તે સર્વેને શુભેચ્છા પાઠવી હતી
આવતી તારીખ 14 4 2023 ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી આવે છે તે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવાનો અનુરોધ કર્યો હતો






