
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતીની ઉજવણી કાર્યક્રમમાં સરપંચ રાકેશ પટેલે જણાવ્યું હતું કે
ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર એ ભારતની આઝાદી બાદ ભારતના બંધારણ ના ઘડવૈયા એ કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર અને મહિલાઓને સન્માન જનક સ્થાન બંધારણમાં આપ્યું હતું જે આજે સમગ્ર ભારત અને વિશ્વ ના દેશો પણ યાદ કરે છે. આ કાર્યક્રમમાં સરપંચ રાકેશ પટેલ તલાટી અલ્પેશ ભાઈ ,ગામના અગ્રણી ધીરેન સોલંકી, તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ જેસીઆઈ વાંસદાના માજી પ્રમુખ આશિષ સોલંકી,નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ભૂપેન્દ્ર પી પટેલ અને વાંસદા રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી તેમજ હનુમાનબારીના ગ્રામ પંચાયત સભ્યો વેપારી પ્રમુખ રાજુભાઈ સોલંકી સહિત વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી આંબેડકર ના ફોટા ને પુષ્પ અર્પણ કરી જન્મ જયંતીની ઉજવણી કરી હતી




