જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ડાવસ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ

8 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ડાવસ માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાગૃતિ ટ્રસ્ટ ડીસા બનાસકાંઠા સંચાલિત જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ડાવસ માં પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં શિક્ષક દિન ની ઉજવણીમાં બાળકોએ આનંદપૂર્વક ભાગ લીધો હતો શિક્ષક સમાજ ના ઘડતરનો આધાર સ્તંભ છે. શિક્ષક અર્ક વાળો તર્ક વાળો અને મધુપાર્ક વાળો હોવો જોઈએ એ બાળકોએ વર્ગખંડમાં શિક્ષક બની સાર્થકતા ની અનુભૂતિ કરી હતી. બાળકોએ પોતાના પ્રતિભાવોમાં ગુરુજીઓ પ્રત્યે આદરભાવ કર્યો હતો શિક્ષકોએ પણ પોતાના જીવન માં ભૂતકાળમાં પોતાના જીવન ઘડતરમાં શિક્ષકનો સિંહ ફાળો હોય તેમને પણ આ પ્રસંગે યાદ કરી વંદન કર્યા હતા સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળાના શિક્ષક શ્રી નાગરાજ સિંહ તથા ધીરજભાઈ પરમારે કર્યું હતું .સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાળ શિક્ષક પરિવારે કર્યું હતું અંતમાં શાળાના શિક્ષક શ્રી ઇશ્વરભાઇએ સર્વને અભિનંદન પાઠવ્યા હતા.





