JETPURRAJKOT

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ધટના ધેરા પડઘા 

તા.૨ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર સનાતન ધર્મ સેવા સમિતિ દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

તાજેતરમાં જ રામનવમીના પાવન અવસરે વડોદરાના ફતેપુરા ખાતે પસાર થઇ રહેલી રામનવમીની શોભાયાત્રા પર વિધર્મીઓ અને દ્વારા પથ્થરમારો કરી શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહીની માંગ સાથે જેતપુર સનાતન ધર્મ સેવા સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સનાતન ધર્મના કેન્દ્ર સ્થાને બિરાજેલા શ્રી રામ જન્મોત્સવના પાવન અવસરે વડોદરાના ખજૂરી મસ્જિદ હાથીખાના પાંજરાનગર ફતેપુરા પરથી પસાર થઇ રહેલી રામ નવમીની શોભાયાત્રા પર અમુક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરી બહારથી શાંતિ અને ભાઈચારાની વાતો કરતા અને અંદરથી પોતાના જ ધર્મ કે પોતાનો ધાર્મિક તહેવાર જ શ્રેષ્ઠ છે તેવી લઘુતાગ્રંથી ધરાવતા લોકોએ પથ્થરમારો કરી રામનવમીની શોભાયાત્રામાં રહેલા લોકો તેમજ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓને ઇજા પહોંચાડી તે અત્યંત દુઃખદ છે તેમજ ગયા વર્ષે પણ રામનવમીના દિવસે જ હિંમતનગરના વણજારા જ્ઞાતિના ભાઈઓ બેઘર થયા હતા તેમજ આણંદમાં પણ આવી જ ઘટના બની હતી ચહેરાઓ બદલાય છે, સ્થળ બદલાય છે, ઉત્સવો બદલાય છે પરંતુ ધાર્મિક તહેવારોમાં ખલેલ પહોંચાડવાના વિધર્મીઓના મનસુબા બદલાતા નથી. આ વર્ષે પણ ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં વિધાર્મીઓ દ્વારા કરવામાં આવેલ અનેક કૃત્યો સામે આવ્યા છે ત્યારે આવી ઘટનાઓ આકસ્મિક ન હોય અને આવી ઘટનાઓ પાછળ કોઈ ચોક્કસ સંગઠન કે કોઈ વિચારધારા દ્વારા હિન્દુ ધર્મ વિરુદ્ધના કાવતરા છે.

ત્યારે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારો થકી પોતપોતાના ધર્મને પૂજવાનો તેમજ તેનો ફેલાવો કરવાનો હક મળેલ છે ત્યારે, ધાર્મિક ઉત્સવોમાં બનતી આવી ઘટનાઓ મૂળભૂત અધિકારો તેમજ બંધારણના આદર્શોના વિરુદ્ધના કૃત્યો ગણાય ત્યારે ભવિષ્યમાં કોઈ પણ ધર્મના ઉત્સવને આવા અસામાજિક તત્વો હાનિ ન પહોંચાડે તે માટે દાખલો બેસે તેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરી છે.

[wptube id="1252022"]
Back to top button