CHIKHLINAVSARI

“લોકસભા સંપર્ક અભિયાન ” અંતર્ગત વાંસદા તાલુકાના વરિષ્ઠ કાર્યકર જસવંતભાઈ પટેલને ત્યાં ડોક્ટર હર્ષવર્ધને મુલાકાત લીધી

સબ…
ભાજપ સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ના ૯ વર્ષ પુરા થતાં જનસપર્ક અભિયાન અંતર્ગત ડોક્ટર હર્ષવર્ધને ઉનાઈથી મુલાકાત લઈ કાર્યકર્તાઓને સંબોધ્યા.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

આજ રોજ વાંસદા તાલુકાના ઉનાઈ મુકામે ભાજપના વરિષ્ઠ અને સૌથી જુના કાર્યકર જસવંતભાઈ પટેલ (એડવોકેટ)ને ત્યાં પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના સાંસદ ડો. હર્ષવર્ધને ડાંગ વલસાડના સાંસદ ડોક્ટર કે. સી. પટેલ સાથે અન્ય હોદ્દેદારો સાથે તેઓના ઘરે મુલાકાત લઈ તેઓનું પુસ્તક આપી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જસવંતભાઈ પટેલે ડો. કે. સી. પટેલને વાંસદા તાલુકાના જમીન સંપાદનના પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરવા તથા રસ્તા બંધ જેવા કામોમાં અસરગ્રસ્તોને કઈ રીતે અને કેટલું વળતર મળશે તેની વિગતવાર માહિતી જાહેર કરવાની જરૂર છે જેથી અસરગ્રસ્તોને ગેરમાર્ગે દોરવાવાળાઓ ખુલ્લા પડે અને વિકાસના કામોમાં અવરોધ ઉભો થતો દુર થશે બીજી રજુઆત કરતા જસવંત ભાઈએ ઉનાઈ માતાજી ટ્રસ્ટની આવક ઉનાઈ -ખંભાલીયા ગામના વિકાસ માટે તથા યાત્રાળુઓની સુખાકારી, સુવિધા માટે વાપરવા તથા યાત્રાળુંઓ માટે મફત અથવા ટોકન કિંમતે કાયમી ધોરણે ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર છે. આ રજૂઆતો સરકાર સમક્ષ પહોંચાડી તેનું વહેલી તકે નિરાકરણ કરવા તેઓએ રજુઆત કરી તેઓને પુષ્પગુચ્છ આપી આવકાર્યાં હતા.

બોક્સ.૧
આજે કેન્દ્રની ભાજપ સરકારના ૯ વર્ષ પુરા થયા હોઈ તમામ કાર્યકર્તાઓએ લોકસંપર્ક કરી સરકારના વિકાસના કામો અને યોજનાઓ વિશે લોકોને સમજાવવા જોઈએ તથા અહીંના વાંસદા ભાજપ સંગઠને જસવંતભાઈ પટેલ જેવા વરિષ્ઠ કાર્યકરને સંકલનમાં રાખી નેતૃત્વ કરવાની જરૂર છે… – ડો.હર્ષવર્ધન.

[wptube id="1252022"]
Back to top button