NAVSARI

નવસારી: નિરાલી હોસ્પિટલ ગ્રાઉન્ડમાં યોગ શિબિર કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં નિરાલી કેન્સર હોસ્પિટલ ખાતે યોજાઈ યોગ શિબિર
300  થી વધુ લોકોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દરેક વ્યક્તિને યોગી બનાવવાનું સંકલ્પ સાથે કાર્ય કરી રહ્યું છે. યોગા પ્રત્યે વધુમાં વધુ લોકોને જાગૃતિ આવે તે આશય થી નવસારીના ગ્રીડ ખાતે આવેલ નિરાલી હોસ્પિટલ ખાતે  ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં  શહેરીજનો ઉપસ્થિત રહી કાર્યકમને સફળ બનાવ્યો હતો . નવસારી જિલ્લાની  ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા નવસારી સ્થિત નિરાલી હોસ્પીટલનાં સંકુલમાં આજે ૬ઠ્ઠી મેનાં રોજ ફીટ ઈન્ડિયા ફીટ નવસારીના સૂત્ર સાથે યોગ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો, નિરાલી હોસ્પિટલના ડોકટરો, કર્મચારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા. તથા યોગ બાદ ઉપસ્થિત લોકોને હોસ્પિટલના ડોકટરો દ્વારા જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અને યોગ દ્વારા શરીરના કયા અંગને કેવા ફાયદા થાય તે પણ ડોકટરો દ્વારા સમજવવામાં આવ્યું હતું.
યોગ શિબીર કાર્યક્રમમાં નિરાલી કેન્સર હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો.અનિલ જૈન, નિરાલી મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલના સી.ઈ.ઓ. રીષિ કપૂર, નીરવ શાહ, ડો. સોહમ રાઉત તેમજ ગુજરાત યોગ બોર્ડના સાઉથ ઝોન કોડીનેટર સ્વાતિબેન ધાણાની, નવસારીના કોડીનેટર ગાયત્રીબેન તલાટી, નવસારી સાઈ ગ્રુપના ચેરમેન જીતેન્દ્ર પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button