NAVSARI

નવસારી:નેશનલ હાઇવે 48 પર સળિયા ભરેલી ટ્રક સાથે કેમિકલ ભરેલું અથડાતાં રસ્તા પર કેમિકલની રેલમછેલ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી હાઇવે પરના ઉન ગામ પાસે સળિયા ભરેલી ટ્રક સાથે કેમિકલ ભરેલું કન્ટેનર અથડાતાં મોટું અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કેમિકલ ભરેલું ટ્રક માંથી કેમિકલ રસ્તા પર ઢોલતા કેમિકલની રેલમછેલ થઈ હતી. જેથી વાહન ચાલકોને હાલાકી પડી હતી. હાઈવે પર ઢોળાયેલા કેમિકલ પરથી કોઈ વાહન ચાલક પસાર થતા અકસ્માતની ઘટના શક્યતાને કારણે વાહન વ્યવહાર થંભી જતા હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આ અકસ્માતની જાણ થતાં ગ્રામ્ય પોલીસે નવસારી ફાયર બ્રિગેડની મદદથી રસ્તા પરથી કેમિકલ સાફ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક એક તરફનો ટ્રાફિક રોકીને પાણીનો મારો ચલાવી રસ્તા પરથી કેમિકલ સાફ કરાવી ઉન ગામ નજીક એક તરફનો ટ્રેક બંધ હતો તેના પર વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button