
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
તારીખ.29
ખેરગામ તાલુકાના બહેજ ગામમાં બહેજ-જામનપાડા રોડ પર આશરે 8 વાગ્યેની આસપાસ ગૌરી ગામના 45 વર્ષીય
મિથુનભાઈ શાંતુભાઇ ભોયા નામના બાઈક ચાલક પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યા અકસ્માતે બાઈક સ્લીપ થતાં તેઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ખેરગામ 108 ની ટીમના સદસ્યો રવિ પટેલ અને પાયલોટ મુકેશભાઈ દ્વારા પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતાં અને ત્યા સારવાર અપાવેલ.ઈજાગ્રસ્ત મિથુનભાઈ પાસે આશરે 12 હજાર જેટલાં રોકડ મળી આવેલ જે એમના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું.
[wptube id="1252022"]



