CHIKHLINAVSARI

દિગેન્દ્રનગર હાઈસ્કૂલનો વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ સ્ટેમ ક્વિઝમાં ભાગ લેશે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગરનો વિદ્યાર્થી પરમાર રાજવીર રાષ્ટ્રીય કક્ષાએ સ્ટેમ ક્વિઝમાં ભાગ લેશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી તથા વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષાની સ્ટેમ ક્વિઝ ૨.૦ તારીખ ૧૨ મે દરમિયાન સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાયેલ જેમાં દિગેન્દ્રનગર હાઇસ્કૂલ નો ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી પરમાર રાજવીર મહેન્દ્રસિંહે જ્વલંત સફળતા મેળવી હતી. આ રાજ્યક્ક્ષાની સ્પર્ધામાં વિજેતા થઇ પુરસ્કાર સ્વરૂપે સેમસંગ ગેલેક્ષી ટેબ.એ-૭ ટેબલેટ તથા પ્રમાણપત્ર મેળવ્યું હતું હવે તારીખ ૩૦ મે ૨૦૨૩ના રોજ સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્ટેમ ક્વિઝમાં નવસારી જીલ્લા તથા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. પરમાર રાજવીર ને શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી પ્રમોદરાય દેસાઈએ વિદ્યાર્થીને તથા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. પરમાર રાજવીર રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝમાં પણ જ્વલંત સફળતા મેળવે તે માટે આચાર્યશ્રી, મંડળના પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button