
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા કોર્ટના પ્રમુખ શ્રી કે.જે.દસોંદીએ વકીલશ્રીઓને કાયદા અંતર્ગત ગ્રાહકોના અધિકાર વિષયક માહિતી આપી હતી. તેમજ આ કાયદા હેઠળ કઇ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રાહક સુરક્ષા કોર્ટના શ્રી જે.એમ.મેવાવાળાએ ગ્રાહક સુરક્ષા ધારાનો ઇતિહાસ તથ આ કાયદા હેઠળ ગ્રાહકને મળતા લાભો વિશે વકીલશ્રીઓને માહિતગાર કર્યા હતાં.
જેમાં વાંસદા કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજશ્રી એડિશનલ ડિસ્ટ્રીકટ જજશ્રી ગણદેવી બાર એસોસિએશનના પ્રમુખ શ્રી તથા વકીલશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.
[wptube id="1252022"]



