ખેરગામ કન્યા શાળામાં જિલ્લા પંચાયત નવસારી સંચાલિત આઇ.સી.ડી.એસ. શિક્ષણ અને આરોગ્ય શાખા દ્વારા આયોજીત સક્ષમ યુવિકા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકાની 17 શાળામાં તા. 12/7/2023 થી આ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી. ખેરગામ તાલુકામાં કુલ 17 શાળામાં કુલ 306 કન્યાઓને આનો લાભ મળશે.આ કાર્યક્રમમાં ધોરણ -8 માં અભ્યાસ કરતી કન્યાઓના આરોગ્યની ચકાસણી, સેલ્ફ ડિફેન્સ, યોગા, સ્વચ્છતા, મહિલા વિશેની યોજનાઓની જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં કુલ 60 સેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા પંચાયત નવસારીના સંચાલન હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-2024માં સ્નેહા 3.0 પ્રોજેક્ટ અંતર્ગત સક્ષમ યુવિકા કાર્યક્રમ જિલ્લા પંચાયત નવસારી સંચાલિત કુલ 212 સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ- 8 માં અભ્યાસ કરતી કન્યાઓ માટે અમલમાં મુકવામાં આવ્યો છે અને તા. 12/7/2023 ના રોજ આ પ્રોજેક્ટનું દરેક શાળામાં ઉદધાટન કરવામાં આવ્યું તે પૈકી ખેરગામ તાલુકા કક્ષા ઉદધાટન કાર્યક્રમ કન્યાશાળા ખેરગામ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અધ્યક્ષશ્રી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઇ આહીર તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંચાયત વિભાગ શૈલેષભાઇ ચાવડા તથા ખેરગામ તાલુકા શિક્ષણાધિકારી મનિષભાઇ પરમાર તથા ખેરગામ તાલુકાનાકેળવણીનીરિક્ષક પ્રશાંતભાઇ પટેલ તથા ખેરગામ તાલુકાના બી.આર.સી. વિજયભાઇ તથા ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી લીનાબેન અમદાવાદી ગ્રામપંચાયત સભ્ય જીજ્ઞાબેન પટેલ તથા વાલીઓ શાળાના એસ.એમ.સી. સભ્યો આરોગ્યના કર્મચારી તેમજ આઇ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ શાળાના કર્મચારીગણ હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો.



