
તા.૨૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ સ્થિત કણસાગરા મહિલા કોલજ ખાતે આજરોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પી.એસ. એન્ડ પી.અન.ડી.ટી. એકટ અંગે જાગૃતિ અર્થે સેમીનારનું આયોજન કરાયું હતું.
દીપપ્રાગટય દ્વારા સેમીનારનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ કોઇપણ સમાજના સુનિયોજિત વિકાસમાં પુરૂષ સમકક્ષ મહિલાઓનું યોગદાન પણ અનિવાર્ય છે તેમ જણાવતા જાતિય વિસંગતતાને કારણે ઉદભવતી લગ્ન વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થામાં ઉદભવતી મુશ્કેલીઓ અને તેના કારણે સમાજમાં ફેલાતી અન્ય ગંભીર સમસ્યાઓની વિસ્તૃત સમજ આપી હતી. આજે જયારે મહિલાઓ સમાજના દરેક ક્ષેત્રમાં અગ્રીમ હરોળમાં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે આધુનિક સમાજમાં મહિલાઓ દ્વારા જ આ વિસંગતતાને દુર કરવા પહેલ કરવામાં આવે તેવી અપીલ કરી હતી. આ માટે રાજય સરકારે કરેલા કાયદાઓની જાણકારી આપી હતી.

પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. કમીટીના ચેરમેન ડો. ભાવનાબેન જોષીપુરાએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” સુત્રને ચરિતાર્થ કરવા જાતિય પરીક્ષણ નિષેધ અંગે કરાયેલી કામગીરીની માહિતી અને કાયદાકીય જોગવાઇઓ સાથે મહિલાઓની સુરક્ષા અને શસશક્તિકણ માટે અમલી વિવિધ યોજનાઓ અને સુરક્ષા માટે સેવાઓ આપતી ૧૮૧ અભયમ જેવી વિવિધ સંસ્થાઓની પ્રવૃતિઓથી અવગત કર્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલશ્રી જયોતિબેન રાજયગુરૂએપણ પ્રાસંગિક ઉદબોધન કરતા મહિલાઓમાં સશક્તિકરણ માટે કાયદાકિય જાણકારી મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતું. જયારે કોલેજના આધ્યાપકશ્રી જયેશ ગોસ્વામીએ કાર્યક્રમના આયોજન માટે અને સહભાગી બનવા માટે દરેકનો આભાર દર્શાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડો. પી.કે. સિંધ જિલ્લા અરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના આધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.








