NAVSARI

નવસારી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીનવસારી જિલ્લા સેવા સેદન, કાલિયાવાડી, નવસારી ખાતે નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પાણી પુરવઠા, વાસ્મો, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, આયોજન મંડળ, શિક્ષણ, આરોગ્ય, વીજ, માર્ગ અને મકાન વગેરે વિભાગની સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે પ્રારંભમાં જિલ્લાવહીવટીતંત્ર વતી પ્રભારી મંત્રીશ્રીનું સ્વાગત કરી, જિલ્લાના વિકાસ કાર્યો-યોજનાઓથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. તેમજ આવનાર સમયમાં જિલ્લામાં થનાર મહત્વાકાંક્ષી પ્રોજેકટ વિશે માહિતગાર કર્યા હતાં. સાથે સાથે પ્રભારી મંત્રીશ્રીના માર્ગદર્શન મુજબ જિલ્લાના કાર્યો સમય મર્યાદામા પૂર્ણ થાય તે માટે તેમણે ખાત્રી આપી હતી.
આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન જોષી, ડી.એફ.ઓ.શ્રી નિશા રાજ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

[wptube id="1252022"]
Back to top button