
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ધરમપુર તાલુકાના પીંડવળ ગામે આવેલ સરકારી મા.અને ઉ.મા.શાળા ખાતે ૯મો વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોગ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું* આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય કામળી સ્નેહલબેન દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપી, વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, શાળાના તમામ સ્ટાફમિત્રો દ્વારા પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે અને જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે મદદરૂપ બન્યા હતા. *વિદ્યાર્થીઓએ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી સુંદર રંગોળી તૈયાર કરી હતી.આ પ્રસંગે રંગોળી સ્પર્ધામાં ૧ થી ૩ વિજેતા ક્રમાંક આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના તમામ સ્ટાફ મિત્રો દ્વારા સૌ વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]