CHIKHLINAVSARI

ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામના લોકો દ્વારા લીઝ રદ કરવા બાબતે કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકાના રેઠવાણીયામાં રસ્તો બંધ થઈ જતો હોવાનું જણાવી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી બ્લોક નંબર-636માં લીઝ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ બ્લોક નંબરવાળી જમીનમાં પથ્થર કાઢવા અને ક્રસર પ્લાન માટે બિનખેતીની પરવાનગી આપવામાં આવી છે. તેમાં પણ અનેક પ્રકારની શરતભંગ થયો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રેઠવાણીયાના બ્લોક નંબર-636 જૂનો બ્લોક નંબર-506 પૈકી 1 વાળી જમીન બિનખેતીની કરવા અગાઉથી એટલે કે પૂર્વ અગાઉથી ચાસા અને રેઠવાણીયા ગામને જોડતો રસ્તો આવેલો છે અને બંને ગામના ખેડૂતો પોતાની ખેતી કરવા માટે અવરજવર કરતા આવ્યા છે અને ખેત ઉત્પાદન પણ લેતા આવ્યા છે અને જે રસ્તો ગામના નકશા ઉપર ચાલી આવેલો છે તેમજ 7/12માં પણ પો.ખ.માર્ગ 0-19-22 હે.આરે ચો.મી ક્ષેત્રફળ દર્શાવવામાં આવ્યા છે. લીઝ પાસ કરવા માટે પો.ખ.માર્ગ 0-19-22 હે.આરે. ચો.મી વિસ્તાર પણ બિનખેતી કરી લીઝ મંજૂર કરવામાં આવેલી છે. જે કાયદાકીય વિરૂદ્ધ છે. આ બ્લોક નંબરવાળી જમીનમાં પથ્થર કાઢવાની લીઝની માંગણી કરવામાં આવી છે. જો આ લીઝ મંજૂર કરવામાં આવે તો અમારો રસ્તો બંધ થઈ જશે, જેના કારણે ખેડૂતો પોતાની જમીનમાં ખેતી કરવા માટે જઈ શકશે નહીં અને ખેતી રખડી જાય તેમ છે.
બ્લોક નંબર-636ની લીઝ પણ હદ નિશાન જીપીએસ કો.ઓર્ડીનેટ સાથે ચકાસણી કરી જાહેર રસ્તાથી છોડવાનું અંતર પણ લીઝ હોલ્ડર દ્વારા છોડ્યું નથી. તાલુકા પંચાયતના એન.એ નકશા મુજબ ખુલ્લી જગ્યા છોડેલી નથી. જેથી રેઠવાણિયાના બ્લોક નંબર-636વાળી બિનખેતીની જમીનમાં જે પથ્થર કાઢવાની લીઝ મંજૂર કરેલી હોય તે લીઝ કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પૂર્વે ચાસા ગામના લોકો દ્વારા પણ લેખિત રજૂઆત કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

બોક્સ.૧
આ જમીનથી 200-મીટર વિસ્તારમાં રહેણાંક વિસ્તાર આવે છે અને પશુધન પણ વસવાટ કરે છે. આ ઉપરાંત તાલુકા પંચાયત દ્વારા 1991ના વર્ષમાં આ જમીનનો બિનખેતીનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમાં અને 2019માં રિવાઇઝડ બિનખેતીના હુકમમાં ક્ષેત્રફળમાં વિસંગતતા જોવા મળી રહી છે.

બોક્સ.૨
કોઈ ચોક્કસ વ્યક્તિના લાભ ખાતર અનેક લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડે તો આ કેટલું યોગ્ય કહી શકાય? જ્યારે લીઝ ચાલુ થશે અને માર્ગ બંધ થઈ જશે અને ખેડૂતો ને નુકસાન થશે ત્યારે જવાબદાર કોણ?

[wptube id="1252022"]
Back to top button