MORBIMORBI CITY / TALUKO

મોરબીના આલાપ પાર્ક રોડનું દબાણ અને અંદર રહેણાક વિસ્તારમાં બનાવેલ ગોડાઉન અગે કલેકટરને કરાઈ રજુઆત

મોરબીના આલાપ પાર્ક રોડનું દબાણ અને અંદર રહેણાક વિસ્તારમાં બનાવેલ ગોડાઉન અગે કલેકટરને કરાઈ રજુઆત

મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં મનસુખભાઈ કાવર સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામે જ ખુલ્લા પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કરી દુકાનનો માલ સમાન ઉતારવાનું ગોડાઉન બનાવેલ છે,સોસાયટીના મેઈન ગેઇટ સામે જ ગોડાઉન હોય દિવસ અને રાત્રી દરમ્યાન ભારે વાહનો દ્વારા માલ સામાનની હેરફેર થવાથી સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલીઓ પડે છે, વળી,થમ્સ અપ,સોસિયો જેવા ઠંડા પીણાંની બોટલો ફ્રીઝરમાં ઠંડા વાતાવરણમાં રાખવાની હોય છે પણ આ લોકોએ તડકામાં ખુલ્લામાં રાખે છે જે લોકોના આરોગ્ય માટે ખુબજ હાનિકારક છે. સોસાયટીના બંધારણ મુજબ સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ કોર્મિશયલ બાંધકામ કરવાની, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટેની કરીયાણાની દુકાન કે અનાજ દળવાની ઘંટી કરવાની પણ મનાઈ છે છતાં મનસુખભાઈ કાવરે મસમોટું ગોડાઉન અનધિકૃત રીતે ખડકી દિધું છે,સોસાયટીના પ્રમુખ, કમિટીના સભ્યો,સોસાયટીના રહીશોએ અવાર-નવાર મનસુખભાઈ કાવર તેમજ એમના પુત્ર હિરેન મનસુખભાઈ કાવર અને જયેશ મનસુખભાઈ કાવર ને મૌખિક રજુઆત કરેલ તેમજ તા.01.03.23 ના રોજ સોસાયટીના તમામ કમિટી મેમ્બરોની સહી સાથે વિનંતી પત્ર લખી ગોડાઉન ખાલી કરવા માટે જણાવેલ છે,છતાં આજ દિન સુધી ગોડાઉન ખાલી કરેલ નથી..

તેમજ સોસાયટીમાં એન્ટર થતાની સાથે જ એંસી ફૂટનો મુખ્ય રસ્તો છે જે જતા જમણી બાજુના રહેતા લોકોએ ચાલીસ ફૂટ રોડ પર બ્લોક ફિટ કરેલ છે,દશ દશ ફૂટ ઓટા બહાર કાઢેલ છે,વૃક્ષો વાવીને રસ્તા પર દબાણ કરેલ છે રસ્તો બંધ કરી દીધેલ છે, આ દબાણ દૂર કરાવવા માટે થોડા દિવસ પહેલા રાત્રે એંસી ફૂટ રોડની ડાબી બાજુ રહેતા રહીશોએ રસ્તા પર ગાડીઓ મૂકી ડાબી બાજુનો પણ રસ્તો બંધ કરી દીધો હતો,પરિણામે અફરા તફરી મચી ગઇ હતી અને એકાદ માસમાં ગોડાઉન ખાલી કરી દેશે અને રસ્તો ખુલ્લો કરી દેશે એવી સનજુતી થઈ હતી પણ દબાણ કર્તાઓએ સમજુતીનો ભંગ કર્યો હતો.ઉપરાંત કેટલાક લોકોએ આલાપ પાર્કની અડોઅડ ખેતર લઈ ફરતો વંડો વારી દીધેલ છે આ વંડાની અંદર સુપર આલાપ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો છે પરીણામેં સુપર આલાપ વિસ્તારમાં ચોંમાંસામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જાય છે અને એ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગમાં બબે ફૂટ પાણી ભરાઈ જાય છે તો આલાપ પાર્ક સોસાયટીના રહીશોએ ગોડાઉન બંધ કરવા અને સુપર આલાપનું થયેલ દબાણ વંડો દૂર કરી પાણીનો નિકાલ સુનિચિત થાય એ બાબતે અનેક વખત દબાણ કર્તાઓને સમજાવ્યા વિનંતીઓ કરેલ છે તા.02.04.23 ના રોજ આલાપ કમિટીની મિટિંગમાં દબાણકર્તાઓ આવ્યા અને એમની શરતો મુજબ એંસી ફૂટના રોડનું ખોદકામ ચાલુ કર્યું બાબુલાલ સરડવાના ઘર પાસે ખોદકામ માટે જેસીબી આવતા કામ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ તા.23.03.23 ના રોજ રાત્રે ફરી પાછી ખૂબ બહોળી સંખ્યામાં સોસાયટીના રહીશોની મિટિંગ બોલાવવામાં આવી અને ગોડાઉન અને દબાણ હટાવવા બાબતે શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે અને સોસાયટીમાં સૌહાર્દ બની રહે એવા પ્રયત્નો કરવા માટે સૌ સૌ પોત પોતાના સકારાત્મક વિચારો વ્યક્ત કરી રહ્યા હતા..

 

કમિટીના સભ્ય અને સેવાકાર્ય માટે હંમેશા તત્પર એવા જીતુભાઈ રૂપાલા શાંત અને સૌમ્ય રીતે પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે બાબુલાલ સરડવા જયેશ કાવર વગેરેએ મોટા અવાજે ગાળાગાળી કરવા લાગ્યા અને આ ચાર પાંચ લોકોએ આખી આલાપ સોસાયટીને બાનમાં લીધી હોય એવું વાતાવરણ સર્જાયું હતું સમજાવટના તમામ પ્રયત્નો છતાં સમજુતી ન થતા અંતે આલાપ પાર્કના રહીશો ખુબજ મોટી સંખ્યામાં કલેકટર અને નગરપાલિકાના વહીવટદાર પાસે ઉપરોક્ત ચારેય પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરેલ હતી.તેમજ રહેણાંક વિસ્તારમાં ચાલતા ગોડાઉન બાબતે સ્ટેટ જી.એસટી વિભાગ,ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરાઈ છે.

[wptube id="1252022"]
Back to top button