NAVSARI

નવસારી: વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઈ અગમચેતી ના ભાગરૂપે જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ રાજ્ય માં કોવીડ-૧૯ ના કેસો ના સતત વધારો જોવા મળી રહેલ છે ત્યારે કોરોના સામે અગમચેતી ના ભાગરૂપે તા.૧૦/૦૪/૨૦૨૩ અને ૧૧/૦૪/૨૦૨૩ નાં રોજ ભારત સરકાર ની ગાઈડ લાઇન મુજબ નવસારી જિલ્લા ની તમામ સરકારી હોસ્પિટલ (ડીસ્ટ્રિકટ હોસ્પિટલ-૧, સબ ડીસ્ટ્રિકટ હોસ્પીટલ -3, સામૂહિક આરોગ્ય કેન્દ્ર -૧૧, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૪૫, શહેરી આરોગ્ય કેંદ્ર -૦૫, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર-૨૩૬) અને પ્રાઇવેટ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પીટલ (૩૩) કુલ મળીને જિલ્લા ની ૩૩૪ ફેસિલીટી માં કોવિડ -૧૯ મોકડ્રીલનું સફળ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં તમામ ફેસિલીટી દ્વારા બેડ કેપેસીટી, માનવ બળ, રેફરલ સર્વિસ અને તમામ સાધન સામગ્રી (પી.એસ.એ. પ્લાંટ, લિકવિડ ઓક્સીજન પ્લાંટ, ઓક્સીજન કન્સટ્રેટર, ઓક્સીજન પાઇપ લાઇન, ઓક્સીજન સિલિન્ડર વગેરે) અને લોજીસ્ટીક અને જરુરી દવા, પી.પી.ઇ કીટ ની ઉપલબ્ધતા ની ચકાસણી કરવા માં આવી હતી. તેમજ ઉપલબ્ધ સ્ટાફ ની તાલીમ/ઓરિએન્ટેસન જેવી બાબતો આવરી લઇ તમામ પાસા ની ચકાસણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button