NAVSARI

નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિવિધ મંડળો અને મોરચાઓની મીટીંગ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી <span;>ભાજપ કાર્યાલય કમલમ ખાતે નવસારી જિલ્લા ભાજપના વિવિધ મોરચાઓ અને નવ મંડલની મીટીંગ યોજાઈ હતી.નવસારી કમલમ ખાતે યોજાયેલ મિટિંગમાં બાબુભાઇ શાહ, પ્રભારીશ્રી ઉષાબેન, જીગ્નેશભાઈ, અશ્વિનભાઈ,ગણપતભાઈ માહલા અને વિવિધ મોરચા ના પ્રમુખ માં ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી આશિષભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ ઉપપ્રમુખ ભુપેન્દ્ર પી પટેલ વાસદા તથા વાસદા. તાલુકા ભાજપ પ્રભારી જયંતિ ભાઈ પરમાર. ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા ના મહામંત્રી પિયુષભાઈ પટેલ નવસારી જિલ્લા ભાજપ આદિવાસી મોરચા મહામંત્રી અશ્વિન ગામીત તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વાંસદા તાલુકા મહિલા મોરચા જયાબેન પટેલ અને ભગવતીબેન કડીવાલા ની ઉપસ્થિતીમાં  આયોજિત થઈ હતી. નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચા ના હોદ્દેદારોમાં શૈલેષ માળી, સોમાભાઈ પટેલ, અશોકભાઈ આહીર, સંજયભાઈ,ધર્મેશભાઇ પટેલ,અમીતભાઈ પંચાલ, વિશાલભાઈ, મનોજભાઈ, દિલીપભાઈ ઘાયલ, અશોકભાઈ પટેલ, ચેતન રાજપૂત, કિર્તી મિસ્ત્રી, દિનેશભાઈ પટેલ (ખેરગામ),અપૂર્વ મિસ્ત્રી (નવસારી),રાજુભાઇ મોહિતે વાંસદા અમિષ ગાંધી (ગણદેવી),વિરલ મિસ્ત્રી (બીલીમોરા)પિયુષ પટેલ (જલાલપોર) હેમંત પટેલ (ગણદેવી તાલુકા)હાજર રહ્યા હતા. આજની સભાનો એજન્ડા *સરલ એપ્લિકેશન ડાઉનલોડ* મોટી સંખ્યામાં કરાવવું, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીસાહેબના *મન કી બાત*કાર્યક્રમ તારીખ 30 4 2023 ના રોજ યોજાશે તે ની રૂપરેખા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ તથા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભૂરાભાઈ શાહ  મન કી બાત કાર્યક્રમ અને સરલ એપ કાર્યક્રમ અંગે સવિસ્તાર અને વિસ્તૃત જાણકારી આપી હતી, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેના પર ખૂબ જ ધ્યાન આપ્યું છે એવાજાડું ધાન કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફે બંટીએ પોતાના પ્રવચનમાં તારીખ 23 4 2023 રવિવાર ના રોજ યોજાના ર નવસારી ખાતે સવારે 10:00 કલાકે ઘાંચી પંચની વાડી તથા સાંજે 4:00 કલાકે ગણદેવી અનાવિલ સમાજની વાડી તેમજ સાંજે 5:30 કલાકે પાંચાલ સેવા સમાજની વાડી બીલીમોરા ખાતે જાડા ધન્ય અંગે યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોર્પોરેટરો અને મહિલા આગેવાનો માં સુમિત્રાબેન પટેલ અને ચેતનાબેન દેસાઈ વગેરે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના મંત્રી આશિષભાઈ દેસાઈ  અને નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંસુભાઈ દેસાઈ વગેરે એ વાસદા તાલુકામાં પ્રથમવાર વાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાસદામા તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ તરફી પેનલ ને સંપૂર્ણ બહુમતી અને કોંગ્રેસનેભૂંડી હાર આપવા બદલ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને વાસદા ના અગ્રણી  ભુપેન્દ્ર પી. પટેલની ટીમ ને અભિનંદન આપ્યા હતા .જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહ એ દરેકને પોતાની પદાધિકારી તરીકેની ભૂમિકાને ગંભીરતાથી લઈ જવાબદારી નિભાવવા આહવાન કરવામાં આવેલ આજની સભામાં દરેક વિવિધ મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની આભાર વિધિ  સંગઠનના મહામંત્રી જીગ્નેશભાઈ દેસાઈએ કરી હતી

[wptube id="1252022"]
Back to top button