NAVSARIVANSADA

નવસારી: વાંસદાના ખાંભલા ગામે દીપડાનું ચાર ખેડૂતો પર જીવલેણ હુમલો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ખાંભલા ગામે ખેતરમાં છુપાયેલા દીપડાએ ચાર ખેડૂતો પર જીવલેણ હુમલો કરતા આજુબાજુના વિસ્તારોમાં ભયનું માહોલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ખાંભલા ગામે સાતમાળે ફળિયામાં રહેતા સુરેશભાઈ ઝીણુભાઈ ચૌધરી તેમના ત્રણ સાથી સાથે ખેતરમાં ગયા હતા. આશરે દિવસે ત્રણ કલાકે શિકારની શોધમાં છુપાયેલા દિપડાએ સુરેશભાઈ ચૌધરી પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

દિપડાનાં હુમલાથી ગભરાય ગયેલા સુરેશભાઈએ બુમાબુમ કરતા તેમના ત્રણ સાથી મદદ માટે ગયા હતા તો દિપડો એ ત્રણેય પર પણ હુમલો કરતા તેઓની બુમાબુમથી ગામનું ટોળુ ઘટના સ્થળે પહોંચતા દિપડો જંગલમાંભાગી ગયો હતો. ગામનાં સરપંચ અનિલભાઈ ચૌધરી ઘટના સ્થળે પહોંચી સુરેશભાઇને સારવાર માટે વાંસદા હોસ્પિટલમાં લઈ ગયા હતા અને તેમના ત્રણ સાથીને નાની-મોટી ઇજા થઇ થતા સારવાર આપવામાં આવી હતી. ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી તાત્કાલિક પાંજરો મૂકી પકડવા માંગ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button