
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
હાર્ટ અટેક સમયે CPR પરીક્ષણ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી જોડાયા.
અંગદાન કરવા પોલીસકર્મીઓ સ્વૈચ્છિક રીતે સંકલ્પબદ્ધ બન્યા .
તાજેતર માં હ્રદય બંધ (હાર્ટ એટેક) થવાના કારણે મૃત્યુ થવું એ સમાજ માટે ચિંતાજનક બાબત છે . તે સંદર્ભે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ISA ( ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ્સ) ગુજરાતના સહયોગથી CPR ની ટ્રેનિગ આજ રોજ ગુજરાતના ૫૧ સ્થળો પર અપાઈ હતી . જેમાં ૫૦૦૦૦ થી વધુ પોલીસકર્મી આ અભિયાનમાં તાલીમ મેળવનાર છે .
આ અભિયાન અંતર્ગત આજે નવસારીની મેડિકલ કોલેજ GMRC ખાતે નવસારી પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય , જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલ અને નવસારીના ધારાભ્યશ્રી રાકેશ દેસાઈ ના ઉપસ્થિતમાં નવસારીના પોલીસ વિભાગ માટે CPR તાલીમ કેન્દ્રની શિબિર યોજાઇ હતી.
તાલીમ શિબિરમાં ઉપસ્થિત સૌ પોલીસકર્મીઓએ માનીનય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતા હેઠળ અમદાવાદ ખાતે આયોજિત CPR ટ્રેનિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સાથે અંગદાન અંગેના મહાન કાર્યમાં અંગદાનકરવા સૌ પોલીસકર્મીઓ સ્વૈચ્છિક રીતે સંકલ્પબદ્ધ બન્યા હતા . ત્યારબાદ નવસારીની GMRC કોલેજની મેડિકલ ટિમ દ્વારા CPR વિષય પર ડિટેલ પ્રેઝેન્ટેશન તથા ડેમોસ્ટ્રેશન આપી તાલીમ આપવામાં આવી હતી . તાલીમન કાર્યક્રમના અંતમાં ધારાસભ્યશ્રી તથા મહાનુભવોએ પ્રેક્ટિકલ CPR ડેમોસ્ટ્રેશનનો પ્રત્યક્ષ પ્રેક્ટિસ કરી પોલીસકર્મીઓને ઉત્સાહિત કર્યા હતા.
આજે જ્યારે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ૫૧ સ્થળો પર મેડિકલ કોલેજ પર આયોજિત CPR ટ્રેનિંગથી પોલીસકર્મીઓમાં જાગૃતતા પણ વધશે અને લોકોની સેવા અને સુરક્ષા માટે સતત અડીખમ એવા પોલીસ વિભાગના પોલીસકર્મીઓ વિકટ પરિસ્થિતિમાં ગુજરાતના લોકોને મદદરૂપ પણ થશે..
આ પ્રસંગે નવસારી ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ , ડી.વાય.એસ.પી.સંજય રાય , GMRC મેડિકલ કોલજના તજજ્ઞો તથા મોટી સંખ્યામાં નવસારી પોલીસ વિભાગના પોલીસકર્મીઓ ઉપસ્થિત રહયા હતા.






