NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં જાગૃત દિવ્યાંગ મતદાર એ વધુમાં વધુ મતદાન વધારવા સૌને અપીલ કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

દિવ્યાંગ અંધજનો, વૃધ્ધ અશક્ત મતદારો માટે મતદાન કેંદ્ર પર મતદાન કુટિર સુધી લઈ જવા માટે સહાયકની સુવિધાઓ

નવસારી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી  અધિકારી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના દિશા-નિર્દેશમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકા પટેલ અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.

નવસારી જિલ્લાના અનેક લોકો સ્વૈચ્છિક રીતે મતદાન જાગૃતિ અભિયાનમાં સામેલ થયા છે. લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર એવા નવસારી જિલ્લાના દિવ્યાંગો પણ આ કામગીરીમાં પાછળ નથી. ચીખલી તાલુકાના શીયાદા ગામના જાગૃત દિવ્યાંગ મતદાર શ્રી ખોરાભાઇ ભુરાભાઇ મકવાણાએ મતદાન બાબતે થયેલ વાતચીતમાં તેમણે કોઇ મનમોહક કે આડીતેડી વાતો ન કરતા શીધીને સટ વાત કરી હતી અને સૌને જાહેર અપેલ કરતા કહ્યું હતું કે, ’07 તારીખે મતદાન કરવાનું છે.’ ખોરાભાઇ પોતે બન્ને આખે અંધ છે. તેઓ દર ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે. જે તમામ નાગરિકો માટે પ્રેરણા લેવા જેવી બાબત છે.

અત્રે નોંધનિય છે કે, નવસારી જિલ્લામાં કુલ-૮૮૦૫ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત દિવ્યાંગજનો તેમજ વૃધ્ધજનોને મતદાન કરવા આવવામાં સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના દિવ્યાંગ અંધજનો, અસ્થિવિષયક તેમજ વૃધ્ધ અશક્ત મતદારો જેઓ સરળતાથી ચાલી શકે તેમ ન હોય તેઓને મતદાન કેંદ્ર પર મતદાન કુટિર સુધી લઈ જવા માટે સહાયકની સુવિધાઓ સહિત Sign Language Expert અનિતાબેન મહેશભાઈ આહીર મો. ૯૭૨૪૦૭૩૦૧૨ તથા જાગૃતિબેન દીપકભાઈ આહીર મો.૯૦૯૯૮૭૦૯૪૬ નીમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત PWD મતદારો માટે વ્હીલચેરની સુવિધા આપવામાં આવશે. સક્ષમ એપ PwDs માટે મતદાન માટે નોંધણી કરવાનું, તેમનું મતદાન મથક શોધવાનું અને તેમનો મત આપવા જેવા કામોમાં ઉપયોગી બને છે. નોંધનિય છે કે, હોમ વોટીંગની સુવિધાનો ઉપયોગ કરી નવસારીના કુલ-૧૭૭ દિવ્યાંગ મતદારોએ ઘર બેઠા મતદાન કરવાનો લાભ મેળવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button