NAVSARI

નવસારી: ચીખલીના આલીપોર નજીક નેશનલ હાઈવે પર દોડતી કાર ભડભડ બળી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લાનાં ચીખલીના આલીપોર નજીક નેશનલ હાઇવે પર દોડતી કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અહી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે જોત જોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગયી હતી. સદનસીબે કારમાં સવાર તમામ પ્રવાસીઓ બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો

પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના આલીપોર નજીક ઓવરબ્રીજ પાસેથી એક કાર પસાર થઇ રહી હતી આ દરમ્યાન કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગતા તેમાં સવાર તમામ લોકો બહાર નીકળી ગયા હતા જોત જોતામાં કાર ભડભડ બળી સંપૂર્ણ બળી ને ખાખ થઈ ગઇ હતી. ઘટના સ્થળે જોવા માટે લોકોના ટોળે ટોળા વળતાં અફરાતફરી મચી જવા પામી હતી આ બનાવની જાણ ચીખલી પોલીસ અને ફાયર વિભાગને થતા તાત્કાલિક ગણદેવી ફાયર વિભાગનો કાફલો સહિત પોલીસ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવી ટ્રાંફિક રાબેતા મુજબ ચાલુ કરાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈથી રાજસ્થાન જતા પરિવારની ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં પરિવારના ચાર સભ્યો સહિત એક ચાર વર્ષના બાળક સવાર હતા સદનસીબે સમય સુચકતા વાપરી પરિવારના તમામ લોકો કારમાંથી બાહર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સામે આવ્યો નથી.

[wptube id="1252022"]
Back to top button