મોટા કરાળા ગામે તસ્કરોએ બંધ મકાન ને નિશાન બનાવી,સોના-ચાન્દી અને રોકડ મળી, રૂપિયા ૬.૭૨ લાખની મતા ની ચોરી કરી પલાયન થઈ ગયા

શિનોર તાલુકાના મોટાકરાળા અંબાજી મંદિર સામે, ગામના મુખ્ય માર્ગ પર ધર્મેશ વિનુભાઈ ચૌહાણ નું મકાન આવેલું છે..જીવન જરૂરિયાતની પરચૂરણ ચીજવસ્તુઓ ની દુકાન ધરાવતા ધર્મેશભાઈ તારીખ ૧૪ ફેબ્રુઆરી ના રોજ,પરિવાર સાથે વડોદરા લગ્ન પ્રસંગ માં ગયા હતા..આને ત્યાં રોકાયા હતા.ત્યારે મોકા નો લાભ ઉઠાવતા તસ્કરોએ મુખ્ય દરવાજા ના નકુચા તોડી ધરમાં પ્રવેશી પહેલા માળે, વચ્ચે ની રુમમાં,લાકડાં ના પેટી પલંગમાં કાળા કલર ની બેગ માં રાખેલ સોના-ચાન્દી ના દાગીના અને રોકડ રકમ લઇ પલાયન થઈ ગયા હતા…
જોકે બીજે દિવસે આ અંગે ની જાણ સ્થાનિક રહીશો દ્વારા ધર્મેશભાઈ ને કરાતાં,તેઓ પરિવાર સાથે ઘરે આવી પહોંચી બનાવ સંદર્ભે શિનોર પોલીસ ને જાણ કરતાં, પોલીસે ૨૧ તોલા સોનાના વિવિધ દાગીના,૩૦૦ ગ્રામ ચાંદી ના દાગીના અને રોકડા રૂપિયા ૩૦ હાજર મળી કુલ રુપિયા ૬.૭૨ લાખની મતા ની ચોરી નોંધી,ડૉગ સ્કૉડ ની મદદ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ બીથલી ગામે કુલ ૪ બંધ મકાન ને નિશાન બનાવ્યા હતા પરંતુ કોઇ વસ્તુ હાથ નહીં આવતાં, ચોરી નો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.. બીજી તરફ મોટાકરાળા ગામે પંચાયત ધ્વારા મૂકેલા સી.સી ટી.વી કેમેરા, છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય,સી.સી ટી.વી કેમેરા શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે.
ફૈઝ ખત્રી..શિનોર