
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાંથી એક યુવતીએ ૧૮૧ પર કોલ કરી જણાવેલ કે યુવક મિત્ર સાથે ઘણા સમયથી કોન્ટેક્ટમાં નથી. તેની સાથે રિલેશન રાખવાની ના પાડી છતા મરી જવાની ધમકી આપી જબરજસ્તી રિલેશન રાખવા માંગે છે.
અભયમ હેલ્પલાઇન ટીમ નવસારીને મળતી માહિતી મુજબ પ્રમાણે નવસારી જિલ્લામાથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી મદદ માંગી હતી. જેમાં યુવતીએ જણાવેલ કે યુવક સાથે બે વર્ષ પહેલા અફેર હતુ પરંતુ ઘરના લગ્ન માટે તૈયાર નહિ થતાં, હું પણ ઘરના વિરૂદ્ધ જઈ લગ્ન કરવા માંગતી ન હતી. જેથી મે મારા યુવક મિત્રને રિલેશન માટે ના પાડી હતી. પરંતુ યુવક મરી જવાની ધમકી આપતા હું કોઈ-કોઈ વાર મેસેજના જવાબ આપતી હતી. અભયમ ટીમે યુવતી અને તેના યુવક મિત્રનું કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે, અત્યારે તમારી ઉંમર ભણવાની છે તો તમે બંને તમારું ભવિષ્ય બનાવો પછી લગ્ન તમારા પરિવાર જ કરી આપશે. એમ કહીને બંને પક્ષને શાંતિથી સમજાવતા તેઓ સમજી ગયા હતાં. પોતાની ભૂલનો એહસાસ થતા હવે પછી આવી ભૂલ નહિ કરીએ અને એક બીજાનો કોન્ટેકટ પણ નહિ કરશું તેમજ કોઇપણ ખોટુ પગલું નહિ ભરીયે તેની લેખિતમાં ખાત્રી આપી હતી. બંને પક્ષના પરિવારોએ અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.



