NAVSARI

નવસારી: રંગ અવધૂત મહારાજની ૧૨૫ મી.જન્મ જયંતિ નિમિતે ૧૩૦ પુસ્તકોનાં સેટ વિતરણ કરવામાં આવ્યા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં વાંસદાના વતની અને હાલ
અમદાવાદમાં રહેતા નિવૃત પ્રોફેસર ફૂલીનભાઈ ઉપાધ્યાય હસ્તે લેખિત પૂજ્યનીય રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર ઉપર “બાળકોનાં રંગદાદા” સાહિત્ય પુસ્તક ૧૬ ભાગમાં લખાયેલ છે. તેઓ હસ્તે ૨૦૦ થી વધુ સાહિત્ય લખવામાં આવ્યા છે. “બાળકોના રંગદાદા” એક ભાગમાં ૨૫ જીવન પ્રસંગો છે. તે પ્રમાણે રંગ અવધૂત મહારાજના ૧૬ ભાગમાં ૪૦૦ જીવન પ્રસંગો આવેલા છે. ૧૧૦૨ પેજની વાંચન સામગ્રી છે. આ પુસ્તકો હર્ષદભાઈ પટેલ (કેનેડા) તથા અમદાવાદના કે. ડી. દેસાઈ જેવા બે મિત્રો દ્વારા પૂજ્ય રંગ અવધૂત મહારાજના ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ૧૨૫ શાળાઓને વિતરણ કરી શરૂઆત કરવામાં આવી હતી, હવે ધીરે ધીરે આગળ વધતા દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સુરત એમ પાંચ જિલ્લાની ૧૨૫ શાળા પ્રમાણે ૬૨૫ સ્કૂલમાં 16 પુસ્તકોનું એક સેટનું વિતરણ આવશે એ સાથે  કુલ ૧૦,૦૦૦ પુસ્તકોનું વિતરણ કરવામાં આવનાર છે. જેમાંથી હાલ વેકેશન પહેલા ૧૩૦શાળાઓમાં ૧૩૦ સેટ વિતરણ કરવામાં આવ્યા છે. રંગ અવધૂત મહારાજના ૧૨૫ મા જન્મ વર્ષ નિમિત્તે આ વિતરણ કાર્યક્રમ ડાંગના નિવૃત્ત ગ્રંથપાલ  દત્તાત્રેય મોરે દ્વારા કેનેડા અને અમદાવાદના દાતાઓ મારફતે કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button