
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લામાં વધુ 03 કેસ કોરોના પોઝીટીવ સામે આવ્યાં છે. જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ છેલ્લા એક અઠવાડિયાથી શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની સંખ્યામાં વધારો કર્યો હતો
નવસારી જિલ્લામાં આજે 509 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ચીખલી તાલુકામાં 02 કેસ અને ખેરગામ તાલુકામાં 01 કેસ નોંધાયો છે. જેમા ચીખલીનાં કસ્બાપાર ગામે રહેતા 50 વર્ષીય પુરુષ અને પીપલગભાણ ગામે રહેતી 18 વર્ષીય યુવતી તેમજ ખેરગામ તાલુકાના ખેરગામ ખાતે રહેતા 12 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝીટીવ નોંધાયો છે.જયારે આજે 05 દર્દીઓનું સ્વાસ્થ્ય સારું થતાં તેમને રજા આપવામાં આવી છે. હાલે જિલ્લામાં 10 દર્દીઓ સારવાર હેઠળ છે.
[wptube id="1252022"]



