NAVSARI

શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોને સુરતના સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ મળશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, અને નર્મદા જિલ્લામાં વસવાટ કરતા શહિદ સૈનિકો, પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતના સરથાણા સ્થિત શૈક્ષણિક સંસ્થા, ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં ધો. ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય, તેમને રહેવા અને જમવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના માતા-પિતાએ સંબંધિત કચેરીનો રૂબરૂ સંપર્ક કરી, નિયત નમૂનાનું એડમિશન ફોર્મ મેળવી લેવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી શ્રી દિવ્યેશ મુરલીવાલા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

આ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન માટે સુરત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ટેલિફોન નં.૦૨૬૧-૨૯૧૩૮૨૦ અથવા ૯૪૨૬૮ ૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button