NAVSARI

ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં મોટી સંખ્યામા બાળકો જોડાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમા શારીરીક તથા માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના ઉદેશ્ય થી રાજ્યમા તારીખ ૨૧ થી ૩૦મી મે દરમિયાન નિ:શુલ્ક સમર યોગ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ૯ થી ૧૫ વર્ષની વયના બાળકો ભાગ લઈ રહ્યા છે.જેમા ડાંગ જિલ્લાના આહવા સ્વરાજ આશ્રમ ખાતે બાળકો માટે સમર યોગ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સમર યોગ કેમ્પ અંગે ગુજરાત  યોગ બોર્ડ જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ. બી પત્રેકરે જણાવ્યુ હતુ કે, સ્વરાજ આશ્રમ આહવા ખાતે યોગ કોચ સરિતાબેન ભોંયેના પ્રયાસો થી સમર કેમ્પને શરૂ કરવામા આવ્યો છે. જે કેમ્પના પ્રથમ દિવસે બાળકો ની સંખ્યા ૨૭થી શરૂ થઈ ત્રીજા દિવસે ૪૫  સુધી પોહચી ગઈ છે.

અહીં દરરોજ સવારે ૮  થી ૯ સમય કલાક સુધી યોગ ટ્રેનર તેજલબેન દ્વારા વિવિધ આસનો, પ્રાણાયામો, રમતો, સંગીત સહિત યોગમય પ્રવૃતિઓ બાળકોને કરાવવામા આવે છે. સાથે બાળકોને પોષણક્ષમ નાસ્તો અને લીંબુ પાણી આપવામા આવે છે.

આ સમગ્ર કાર્યક્રમ ડાંગ જિલ્લા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓફિસના અધિકારીશ્રી વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button