ખેરગામ તાલુકામાં 5લાખની ગ્રાન્ટથી ફાળવેલા ફાયર ફાઈટર વોટર ટેંક ( ફાયર બ્રિગેડ) ને શોભાના ગાંઠીયા સમાન જોવા મળતા લોકોમાં ચર્ચા વિષય.
વાડ ગામે ટેકરી ફળિયામાં પરાગભાઈ નાથુભાઈ પટેલ ગતરાત્રીએ પોતાના પરિવાર સહિત ગામના પટેલ ફળિયા ખાતે સત્સંગ કાર્યક્રમમાં ગયા હતા,દરમ્યાન રાત્રીના લગભગ સવા દશેક વાગ્યાના સમયે ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી,અને પતરા તૂટવાનો અવાજ આવતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.બે ગાળાનું મકાન હોય જેમાં પુરેટિયા પણ ભરેલા હોવાથી જોજતોતામાં આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું,બાજુમાં આવેલ કોઢારામાં પશુઓ બાંધેલા હોય જેને ઘરમાં હાજર એક સદસ્યએ તત્કાલિક છોડી દેતા પશુઓનો જીવ બચાવી લેવાયો હતો.ગામના સરપંચ પતિ ચેતનભાઈ પટેલ સહિત ગામના લોકો તરત ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં,અને લોકોએ આગ બુઝાવવા પ્રયાસો કર્યા હતા,પરંતુ આગ વધુ હોય ચીખલી અને બીલીમોરથી ફાયર ફાયટરની ટીમ આવી પહોંચતા આગને કાબુમાં લેવાય હતી.જોકે આગમાં બંને ઘરનો તમામ સમાન બળી જતા પરિવારની હાલત કફોડી બની હતી.આગમાં બંને ઘરમાં ઘરવખરી સહિત તમામ સામાન બળી જ્યાં આશરે 6.50 લાખથી વધુ રૂપિયાનું નુકશાન થયું હોવાનું અંદાજ પંચકયાસમાં નોંધવામાં આવ્યો હતો.ધારાસભ્ય નરેશભાઈ પટેલ ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ,મામલતદાર દલપતભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી વિરાણી,ભીખુભાઇ આહીર સહિત અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી હતી.