
તુર્કીના રાજધાની અંકારામાં સંસદની પાસે થયેલા વિસ્ફોટ બાદ તુર્કીની સરકાર હચમચી ગઈ છે. આ દરમિયાન ફાયરિંગ થયુ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
ઘટનામાં થયેલા નુકસાનનો અંદાજો હજી મળ્યો નથી પણ આ દરમિયાન બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. ભીષણ વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ છે. રાજધાની અંકારામાં રેડ એલર્ટ જાહેર કરાયો છે.
તુર્કીની સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જોકે તેમાં કોઈના મોત થયા છે કે નહીં તેની જાણકારી મળી નથી. તુર્કીના ગૃહ મંત્રી અલી યેરલિકાયાએ કહ્યુ હતુ કે, રવિવારે સંસદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં આતંકવાદીઓ પોતાને પણ ઉડાવી દીધો હતો. અન્ય એક હુમલાખોરને પોલીસે ઢાળી દીધો હતો પણ આ દરમિયાન બે પોલીસ અધિકારીને ઈજા પણ થઈ છે.
તુર્કીમાં રવિવારથી સંસદની કાર્યવાહી ફરી શરુ થવાની હતી અને તેના ગણતરીના કલાકો પહેલા જ આ વિસ્ફોટ થયો છે. હુમલાખોરો એક વાહનમાં આવ્યા હતા. તેમણે ગૃહ મંત્રાલયની ઈમારતને ટાર્ગેટ બનાવી હતી. આ જ ઈમારત પાસે સંસદ અને બીજા મંત્રાલયો આવેલા છે.

[wptube id="1252022"]









