MORBI

મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યોઃ બાળકને હડફેટે લેતા ઈજા

મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યોઃ બાળકને હડફેટે લેતા ઈજા – રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર 

મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અત્યંત ભયાનક હદે વધ્યો છે, એક તરફ શહેરના ભંગાર રસ્તા, ઠેર ઠેર દબાણ અને આ હજુ ઓછું હોય તેમ તમામ રસ્તાઓ પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા રહે છે. જેના કારણે રોડ અકસ્માતની સંખ્યા વધી છે. ત્યારે મોરબી 6 વર્ષના બાળકને રખડતા ઢોરે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના વણકર વાસમાં રહેતા નિશ્ચય ભાવેશભાઈ દલસાણીયા નામના ૬ વર્ષનું બાળક પોતાના ઘરના આંગણે રમી રહ્યું હતું અને રખડતા ઢોરના ઘણએ તેને હડફેટે લીધેલ હતો. જેથી બાળકને ગંભીર ઈજાઓ થય હતી. આ બનાવ બાદ સ્થાનિક લોકોમા ખુબજ આક્રોસ જોવા મળ્યો હતો અને તેઓ એ જણાવ્યું હતું કે, અમારા નાના બાળકો પોતાના ઘર આંગણે પણ સુરક્ષિત નથી તેમજ પોતાના ઘર પાસે બાળકોને ના રમવા દઈએ તો ક્યાં રમવા મોકલીએ. અત્રે ઉલ્લેકનીય છે કે, વારંવાર રખડતા ઢોરના ત્રાસથી આવા અનેક લોકોને પોતાનો જીવ પણ ગુમવવાનો વારો આવ્યો છે. તેથી લોકોએ રખડતા ભટકતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button