
કેશોદ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ,અને ગુજરાત સરકાર તથા કમિશનર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ કચેરી જુનાગઢ દ્વારા કેશોદ તાલુકાકક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કલા મહાકુંભ માં 35 જેટલી શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં 14 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કેશોદ ની પાઠક સ્કૂલ ની વિદ્યાર્થીની શ્રેયાબા ચાવડા લગ્ન ગીતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમજ હાર્મોનિયમ વાદનમાં પ્રથમ ધ્યેય ચાંદેગરા અને બીજા સ્થાને યુગ ભાલોડિયા આવતા શાળા નું ગૌરવ વધાર્યુ છે. તેઓની ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી સ્વાતિ કણસાગરા તેમજ પ્રિન્સિપાલ પૂજા મેડમ દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









