GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રિકોણબાગ નજીકથી બાઈકની ચોરી

MORBI:મોરબીના ત્રિકોણબાગ નજીકથી બાઈકની ચોરી

મળતી માહિતી અનુસાર વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર નરેન્દ્ર ટાઈલ્સની બાજુમાં રહેતા કિરીટભાઇ બાબુભાઇ અગેચણીયા ઉવ.૨૩એ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે કિરીટભાઈએ ગત તા.૧૭/૦૪ ના રોજ મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલ યુનિયન બેંક પાસે પોતાની માલીકીનું હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એડી-૫૧૦૮ પાર્ક કર્યું હતું ત્યારે સાંજના ૭.૩૦ થી ૯.૦૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમ આ મોટરસાયકલની ચોરી કરી લઇ ગયા હતા. ત્યારે કિરીટભાઈ દ્વારા આજુબાજુમાં તપાસ કરતા તેમનું મોટરસાયકલ નહિ મળતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ધપાવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button