JETPURRAJKOT

કેન્દ્રીય ઉદ્યોગમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાનારો મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવ

તા.૨૦ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

ડિફેન્સ, એરોસ્પેસ અને ઔદ્યોગિક સંગઠનો માટે અનન્ય તક

કેન્દ્ર સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના એમ.એસ.એમ.ઈ. ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ-અમદાવાદના ઉપક્રમે, રાજકોટ શહેરમાં ૨૪મી ફેબ્રુઆરીએ ઉદ્યોગકારો માટે મેગા એમ.એસ.એમ.ઈ. કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગમંત્રીશ્રી ભાનુપ્રતાપ સિંઘ વર્મા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા અને શ્રી રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહેશે.

સયાજી હોટેલ ખાતે સવારે ૧૦ વાગ્યે આ કોન્ક્લેવનો આરંભ થશે. જેમાં ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટરશ્રી નિલેશ દેસાઈ, એમ.એસ.એમ.ઈ. વિભાગ-નવી દિલ્હીના અધિક ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ઈશિતા ગાંગુલી ત્રિપાઠી, એમ.એસ.એમ.ઈ.ના સંયુક્ત સચિવ શ્રીમતિ મેર્સી ઈપાઓ, તથા ગુજરાતના એમ.એસ.એમ.ઈ. વિભાગના કમિશનરશ્રી સંદીપકુમાર ઉદ્યોગકારોને સંબોધિત કરશે.

આ તકે ડીફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં એસ.એસ.એમ.ઈ. ક્ષેત્ર માટે વ્યવસાયની તકો વિશેનું સેશન પણ યોજાશે. જેમાં ભારતીય નૌસેના, ભારતીય હવાઈદળ, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઈસરોના નિષ્ણાતો પોતાના ક્ષેત્રોની માગો વિશે ઉદ્યોગકારોને માહિતગાર કરશે. આ ઉપરાંત સરકારની યોજનાઓ, કાર્યક્રમો અને નીતિઓ સહિતના મુદ્દે પણ માર્ગદર્શક સેશન યોજાશે.

આ કોન્ક્લેવમાં ઉદ્યોગકારો નિઃશુલ્ક ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે એમ.એસ.એમ.ઈ. – ડી.એફ.ઓ., અમદાવાદ ઓફિસ, ફોનઃ ૦૭૯-૨૭૫૪૩૧૪૭ તથા રાજકોટ ઓફિસ ફોનઃ ૦૨૮૧-૨૪૬૫૫૮૫ અથવા ઈમેલ: dcdi-ahmbad@dcmsme.gov.in પર સંપર્ક કરી શકાશે.

આ કોન્ક્લેવમાં ઉદ્યોગકારો સંરક્ષણ, એરોસ્પેસ અને અન્ય સંગઠનો સાથે ‘વન ટુ વન’ ચર્ચા પણ કરી શકશે. આ કોન્ક્લેવને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઅલ એશોસિએશન, મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, મેટોડા જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ખીરસરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો સહયોગ સાંપડ્યો છે.

[wptube id="1252022"]
Back to top button