
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
લોકસભાની ચૂંટણીનાં આચારસંહિતાનાં પગલે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા તથા અ.હે.કો શક્તિસિંહ સરવૈયા તેમજ સંજયભાઈ ભોયેનાઓએ સાપુતારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી એક મારુતિ સુઝુકી અર્ટિગા કાર રજી. નં.MH -05-CM-7849 આવતા સાપુતારા પોલીસની ટીમે આ કારને ઉભી રાખી તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ગેરકાયદેસરની પાસ પરમિટ વગરની અને લાયસન્સ વગરની સ્ટીલના ધાતુની દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ 1 મળી આવી હતી.ત્યારે કારમાં સવાર રોહિદાસ રંગનાથ ચવ્હાણ ( ઉ.વ.39 રહે.ઇન્દીરાનગર જલકુ તા.માલેગાવ જી.નાશિક મહારાષ્ટ્ર)તથા અમોલ બાબુરાવ ખોતકર (પાટીલ) ( ઉ.વ.30 હાલ રહે.ઉંદરી ખામગાવ તા.ખામગાંવ જી.બુલઢાણા મહારાષ્ટ્ર) મુળ કસાબખેડા થાણા લાસુર સ્ટેશન તા.વૈજાપુર જી.ઔરંગાબાદ મહારાષ્ટ્ર )ની અટકાયત કરી હતી.જોકે કારમાં અન્ય બે ઈસમો પણ સવાર હતા.તે પોલીસને જોઈને નાસી છૂટયા હતા.તેમજ પીસ્ટલ જેની કિંમત રૂપિયા 25 હજાર તથા કાર જેની કિંમત રૂપિયા 5 લાખ તથા મોબાઈલ ફોન નંગ 4 જેની કિંમત રૂપિયા 45 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 5.70 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.અને નાસી છૂટનાર અજય બાલુ મોહિતે ( રહે ઉંદરી ખામગાવ તા.ખામગાંવ જી.બુલઢાણા મહારાષ્ટ્ર) તથા દિલીપ ફુલસીંગ ચવ્હાણ ( રહે.જલગાંવ સંતોષનગર તા.જી.જલગાવ મહારાષ્ટ્ર)ને સાપુતારા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાએ બન્ને આરોપીઓની ધરપકડ કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..