MORBIMORBI CITY / TALUKO

MORBI:ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતો આત્માના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

MORBI:ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતો આત્માના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા ગત વર્ષે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાળકો, મહિલાઓ સહીત ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા ત્યારે મૃતકોના આત્માના મોક્ષાર્થે આગામી તા. ૨૪ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના સેવાભાવી કાર્યકરો અજયભાઈ લાભુભાઈ વાઘાણી, રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયાના માર્ગદર્શન હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જે ભાગવત સપ્તાહનો તા. ૨૪-૧૦ ના રોજ પ્રારંભ થશે સપ્તાહ ઝુલતા પુલના સામા છેડે મહાપ્રભુજી બેઠક પાસે યોજાશે જેમાં કથાનો સમય બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે કથામાં રામધન આશ્રમના મહંત માં ભાવેશ્વરીબેનના શિષ્ય રતનબેન કથાનું રસપાન કરાવશે જે ભાગવત સપ્તાહ તા. ૨૪ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધી યોજાશે અને કથાની પુર્ણાહુતી બાદ ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે મૃતકોની આત્માના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો નગરજનોએ લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button