NATIONAL

ચંદ્રયાન-3 : 23 ઓગસ્ટે સાંજે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે.

ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3 આજે એક મહત્વપૂર્ણ ચરણમાં પહોંચી ગયું છે. ચંદ્રયાન-3ના લેન્ડરને પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે. ચંદ્ર પર લેન્ડિંગ માટે આવનારા 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હવે લેન્ડરને ઘણી ઝડપથી ઘણા મહત્વપૂર્ણ તબક્કાઓ પાર કરવાના છે. ઈસરોના જણાવ્યા મુજબ હવે 23 ઓગસ્ટે સાંજે 5.45 કલાકે લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયાસ કરશે.

પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈને લેન્ડર ચંદ્ર તરફ આગળ વધી ગયું છે. આ ઉપરાંત, ISROએ જણાવ્યું કે, પ્રોપલ્શન મોડ્યુલ સતત હાલની ઓર્બીટમાં ફરતું રહેશે અને આવનારા ઘણા વર્ષો સુધી ISROને પૃથ્વી વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપતું રહેશે. તે પૃથ્વીના વાતાવરણના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ માટે માહિતી ISROને મોકલશે.

પ્રોપલ્શનથી અલગ થયા બાદ લેન્ડરની પ્રાથમિક તપાસ થશે. ISROનું કહેવું છે કે લેન્ડરમાં ચાર મુખ્ય થ્રસ્ટર્સ છે જે તેને ચંદ્રની સપાટી પર ઉતરવામાં સક્ષમ બનાવશે અન્ય સેન્સર્સનું પણ પરીક્ષણ કરવામાં આવશે.

ચંદ્રની ધરતી પર લેન્ડિંગ બાદ, છ વ્હીલ વાળું રોવર લેન્ડરમાંથી બહાર આવશે, જે ત્યાં એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી પ્રયોગો કરશે. આ સાથે જ બીજી એક રસપ્રદ વાત એ છે કે ભારતનું ચંદ્રયાન-3 અને રશિયાનું લુના-25 માંથી કયું મિશન સૌથી પહેલા ચંદ્ર પર ઉતરશે તેના પર દુનિયાની નજર ટકેલી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button