
વિજાપુર હિંમતનગર હાઇવે રોડ ઉપર ટ્રાફિક ના દ્રશ્યો સર્જાયા
તલાટી ની પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ અટવાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં વિવિધ જીલ્લા તાલુકાઓ માંથી તલાટી ની પરીક્ષા માટે આવતા પરીક્ષાર્થીઓ હિંમતનગર ગાંધીનગર મહેસાણા તરફ જતા હાઈવે રોડ ઉપર ભારે ટ્રાફિક રહેતા કલાકો સુધી અટવાઈ પડ્યા હતો સમય સર પરીક્ષા હોલ સુધી પોહચવા માટે ચિંતિત જોવા મળ્યા હતા જોકે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પોહચી ને ટ્રાફિક હળવો કરવાની જવાબદારી ઉપાડી હતી જેને કલાકો ની મહેનત બાદ ટ્રાફિક હળવો થતા પરિક્ષાર્થીઓ એ હાશકારો અનુભવ્યો હતો જોકે પરીક્ષા કેન્દ્ર ના હોલ ઉપર પોહચવા માટે કેટલાક પરીક્ષાર્થીઓ નજીક ના રસ્તા નો સહારો લેતા ત્યાં પણ ટ્રાફીક જોવા મળ્યો હતો પોલીસ ની બે ગાડીઓ આવી આ ટ્રાફિક હળવો કરવા માટે કામે લાગી હતી તો કેટલાક કેન્દ્ર ઉપર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર ઉપર વીડિઓગ્રાફી અને આઈ કાર્ડ બાદ દરેકને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ અંગે ફઇઝ એહમદ સૈયદે જણાવ્યું હતુકે જ્યારે ટ્રાફિક જામ હતો હાઇવે ઉપરથી બાઈક માં પેટ્રોલ પુરાવી આવી રહ્યા હતા તેવા સમયે કેટલાક પરીક્ષાર્થીઓ મુંજવણ અનુભવતા હતા તેઓને બાઈક ઉપર કેન્દ્ર વિસ્તાર સુધી મૂકી આવ્યા હતા જ્યારે કેટલાક નજીક રસ્તા અપનાવી નીકળી ગયા હતા જોકે પોલીસે ટ્રાફિક હળવો કરવાની કામગીરી સત્વરે હાથ ધરી હતી





