GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા આવેલા નરેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના નૂતન પ્રોજેક્ટ અંગે જાણકારી આપી

ટંકારા આવેલા નરેશભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના નૂતન પ્રોજેક્ટ અંગે જાણકારી આપી

શિક્ષણ, કૃષિ અને આરોગ્ય સેવા માટે અનેરું પદાર્પણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પડધરી તાલુકાના અમરેલી ખાતે સર્વ સમાજ માટે અદ્યતન કેન્સર હોસ્પિટલ નિર્માણ કરવા નક્કી કરાયું છે ત્યારે હોસ્પિટલના ભુમી પુજનનું આમંત્રણ પાઠવવા ટંકારા ખાતે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રૂબરૂ આવ્યા હતા. આ તકે ટંકારા ટીમે તન મન અને ધનથી સંસ્થા સાથે હોવાનો એકી સાથે અવાજ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ખાતે સર્વ સમાજના કેન્સરના દર્દીઓ માટે ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલનુ લેઉઆ પાટીદાર સમાજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરવામા આવ્યુ છે. જેનુ આગામી તા.21 જાન્યુઆરીએ ખાતમુહૂર્ત કરવામા આવનાર હોય સેવાયજ્ઞમા ઉપસ્થિત રહેવા રૂબરૂ આમંત્રણ પાઠવવા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ ટંકારા દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે રૂબરૂ પધાર્યા હતા. જ્યા લેઉઆ પાટીદાર સમાજના લોકલાડીલા અગ્રણીનુ સ્વાગત કરવા મોરબી જિલ્લાની વિવિધ કમિટી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મોરબી જીલ્લા ખોડલધામ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા પાટીદાર રત્ન નરેશભાઈ સન્માન કરવામાં આવયુ હતું.ખોડલધામના ચેરમેન અને સમાજના કદાવર નેતાએ લેઉઆ પાટીદાર સમાજના દરેક ભાઈઓ-બહેનોને પધારવા માટે જાહેર મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું. આ તકે પાટીદાર રત્ન એવા નરેશભાઈ પટેલે આગામી વર્ષોમાં સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તેમજ ઉતર, દક્ષિણ અને રાજ્યના મધ્ય ભાગમાં ખોડલધામ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવાની વાત ઉચ્ચારી હતી. તદઉપરાંત નરેશભાઈ પટેલે સમાજના યુવાનોને સેવકો નહી પરંતુ સૈનીકો તરીકે સંબોધન કરી દૈનિક એક કલાક સમાજના ઉત્થાન અને ઉમદા વિચાર માંટે આપવા અનુરોધ કર્યો હતો. આ તકે ટંકારા તાલુકા ઉપરાંત મોરબી જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ ઉધોગપતિ રાજકીય અગ્રણી કિસાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને મેન પાવર તથા મનીપાવર સાથે ખોડલધામ ભેગા ખંભે ખંભો મિલાવવાની ટંકારા તાલુકા લેઉવા પટેલ સમાજ વતી ખાતરી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button