JETPURRAJKOT

મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે બે મૃતક શ્રમિકોના પરિજનોને રૂ. દસ લાખના ચેક અર્પણ કરાયા

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્યના મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે બે મૃતક શ્રમિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા રૂ. દસ-દસ લાખના ચેક રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) ગામમાં બાલાજી વાયર પ્રાઇવેટ લીમીટેડ ખાતે તા. ૨૮/૦૫/૨૦૧૪ના રોજ ગોવિંદભાઇ નાનજીભાઇ પરમાર અને યોગેશભાઇ ચંદુભાઇ વાઘેલાનું સેપ્ટીક ટેંકની સફાઇ દરમિયાન ગેસ ગુંગણામણને કારણે મૃત્યુ થયું હતું. મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદરની ઉપસ્થિતિમાં મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે મૃતક ગોવિંદભાઇના વારસદાર શ્રી કાજલબેન ગોવિંદભાઇ પરમારને તેમજ મૃતક યોગેશભાઇના પિતા ચંદુભાઇ ધનજીભાઇ વાઘેલાને રૂ. દસ લાખના ચેક આપવામાં આવ્યા હતા. આ તકે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મોહનભાઈ દાફડા ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button