જીલ્લા પુરવઠા અધિકારી અને તેઓની ટીમ દ્વારા કાલોલ ના વ્યાસડા ગામની દુકાને તપાસ કરતાં અનેક ગેરરીતિઓ પકડી

તારીખ ૨૧/૦૨/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મંગળવારે કાલોલ તાલુકાની વ્યાસડા સરકારી સસ્તા અનાજની એફપીએસ જેઓના પરવાનેદાર ગોહિલ પ્રતાપસિંહ એન.ને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ઘઉં બે કટ્ટા ઘટ, ચોખા પાંચ કટ્ટા ધટ,આમ કુલ મળી ૭ કટ્ટાની ઘટ મળેલ છે. જેની બજાર કિંમત રૂપિયા ૧૩૨૯૨/તેમજ પરવાનેદાર દ્વારા તેઓના ભાઈની કરિયાણાની દુકાનમાં અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ઘઉં ૧૪.૫૦૦ kg તથા ચોખા ૨૦૨.૫૦૦ આમ કુલ મળી ૨૧૭kg એમ કુલ ૪ કટ્ટા મળી આવેલ જે અનઅધિકૃત સંગ્રહ કરેલ જથ્થો તેની કિંમત ૮૨૪૯ નો જથ્થો સીઝ કરવામાં આવેલ છે.આમ કૂલ ૧૧ કટ્ટાની વધ-ઘટ મળેલ છે જેની કિંમત રૂપિયા ૨૧,૫૪૧ અંકે રૂપિયા એકવીસ હજાર પાંચ સો એકતાલીસ પૂરા થાય છે જેથી પરવાનેદાર સામે અનઅધિકૃત સંગ્રહ કરેલ તેમજ ઘટ પડેલ જથ્થા અન્વયે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.










