
વિજાપુર કોંગ્રેસ નો ધરણા કાર્યક્રમ પોલીસે નિષ્ફળ બનાવ્યો ધારાસભ્ય સહિત કાર્યકરો ની કરી અટકાયત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યાગ્રહ સંકલ્પ મુદ્દે સરદાર પટેલ બાવલા પાસે ધરણા નો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ ના આદેશના પાલન મૂજબ યોજાયો હતો સવારે નવ વાગ્યા થી અગિયાર ના સમયમાં ધારાસભ્ય સીજે ચાવડા ની આગમન બાદ સરદાર પટેલ ના બાવલાને પુષ્પાંજલિ કર્યા બાદ ઉભેલી પોલીસ ટીમ પીઆઇ વનરાજ સિંહ ચાવડાએ સીજે ચાવડાની સત્વરે અટકાયત કરી નિષ્ફળ બનાવ્યો હતો કોંગ્રેસના ધરણા નો કાર્યક્રમ ગણતરી ના કલાકો માં સમાપ્ત થયું હતું કાર્યકરો પણ પોલીસ વેન માં ટપોટપ બેસી જવા જોવા મળ્યા હતા કાર્યક્રમ માં ધારાસભ્ય સીજે ચાવડા પ્રદેશ ડેલીગેટ તલત મહેમુદ સૈયદ તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ દિનેશ સિંહ ચૌહાણ શહેર પ્રમુખ અસપાક અલી સૈયદ અશોક સિંહ વિહોલ, હર્ષદ ભાઈ પટેલ, હિતેન્દ્ર સિંહ પરમાર, ડીડી રાઠોડ, સહિત ના અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ ના અગેવાનો એ ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી ભાજપ હમસે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ ના નારાઓ સાથે પોલીસ વેન માં ટપોટપ બેસી જઈ ને વિરોધ પ્રદર્શન કર્યું હતુ