‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ કન્સેપ્ટ થકી અમારા જેવા નવયુવાનોને ખૂબ સપોર્ટ મળે છે”-જયદીપ ચાવડા

‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ કન્સેપ્ટ થકી અમારા જેવા નવયુવાનોને ખૂબ સપોર્ટ મળે છે”-જયદીપ ચાવડા
‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અન્વયે યોજાયેલા પ્રદર્શનમાં મોરબીના ‘જયદીપ ચાવડા દ્વારા ડ્રોન કેટેગરીનો સ્ટોલ રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’, ‘મેક ઇન ઇન્ડિયા’ તેમજ ‘સ્કીલ ઇન્ડિયા’ જેવા અભિગમો થકી ભારતના યુવાનોમાં એક નવચેતના જગાડી છે. આજે યુવાનો નવી ટેકનોલોજી, નવા સંશોધનો અને એક આત્મવિશ્વાસ સાથે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. મોરબીમાં પણ વિવિધ નવી પહેલો કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના એક યુવાને પોતાનું માસ્ટર માઈન્ડ ડ્રોન ટેકનોલોજીમાં ઇમ્પલિમેન્ટ કર્યું છે.
મોરબીના જયદીપ ચાવડા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્ટાર્ટ-અપ ઇન્ડિયા’ અને ‘સ્કીલ ઇન્ડિયા’ કન્સેપ્ટ થકી અમારા જેવા નવયુવાનોને ખૂબ સપોર્ટ મળે છે. આ અભિગમ થકી નવ યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાનું ઘડતર થાય છે અને તેની આવડતને પોતાનું બિઝનેસ બનાવી શકે છે. મોરબીમાં જે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી અમને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે.
જયદીપ ચાવડા વિવિધ પ્રકારની ડ્રોન ટેકનોલોજી ડેવલપ કરે છે અને સાથે વિવિધ શાળાઓના બાળકોને નિ:શૂલ્ક સ્કિલ બેઝ ટ્રેનીંગ પણ આપે છે. તેમના દ્વારા ખેડૂતો ખેતરમાં આરામથી દવાનો છંટકાવ કરી શકે ઉપરાંત મોટા વિસ્તારો તેમજ જંગલોમાં બીજનો છંટકાવ કરી શકાય તે માટેના ડ્રોન ડેવલપ કરવામાં આવ્યા છે.